GSTV
Home » News » દિલ્હીમાં કોંગ્રેસના સાતેય ઉમેદવારો નકકી, જાણો કઇ બેઠક પરથી કોણ લડશે ?

દિલ્હીમાં કોંગ્રેસના સાતેય ઉમેદવારો નકકી, જાણો કઇ બેઠક પરથી કોણ લડશે ?

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવાના મુદે હા અને ના વચ્ચે આખરે કોંગ્રેસે દિલ્હીની સાતેય બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસ અને આપ વચ્ચે જોડાણની સંભાવના સંપુર્ણ પણે ખત્મ થઇ ગઇ છે.

ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પૂર્વ દિલ્હીની બેઠક પરથી શીલા દિક્ષિત, નવી દિલ્હી બેઠક પર અજય માકન, પશ્ચિમ દિલ્હી બેઠક પર મહાબલ મિશ્રા, ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પર જે પી અગ્રવાલ, ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, દક્ષિણ દિલ્હીથી ઓલમ્પિક પદ વિજેતા સુશીલકુમાર અને ચાંદની ચોકથી કપિલ સિબ્બલ કોંગ્રેસના ઉમેદવાર બનશે.

જ્યારે ગુરુવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં હરિયાણા અને દિલ્હીના ઉમેદવારો નકકી કરાયા હતા. ત્યારે આ બેઠકમાં દિલ્હીની સાતેય બેઠકોના ઉમેદવારોના નામ નકકી કરાયા હતા. જેને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંજુરી આપી હતી.

ત્યારે કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલે પહેલા જ જાહેરાત કરી હતી કે દિલ્હીને બાદ કરતા અન્ય રાજયમાં કોઇ પક્ષ સાથે જોડાણ નહીં કરાય. જો કે આમ આદમી પાર્ટી ઇચ્છતી હતી કે દિલ્હીની સાથે હરિયાણા અને પંજાબમાં પણ તેઓ કોંગ્રેસ સાથે જોડાણનો એક ભાગ બને.

ત્યારે કોંગ્રેસમાં પણ એક જુથ એવું હતું જે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા ઇચ્છતું હતું. પરંતુ બીજુ જુથ કોઇ પણ સંજોગોમાં જોડાણ ઇચ્છતું ન હતું. અને કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે તેવી વાત કરવામાં આવી હતી. જે બાબતે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને પણ જાણ કરવામાં આવી હતી.

Related posts

ટ્રમ્પ સાથે 60 અમેરિકન સાંસદો ‘હાઉડી મોદી’માં રહેશે હાજર, 400 સિંગર-ડાન્સર રજૂઆત કરશે

Riyaz Parmar

હાઉડી મોદીમાં શામેલ થવા ડોનાલ્ડ ટ્રમ્પ રવાના, NRG સ્ટેડિયમ તરફ લોકોનો ધસમસતો પ્રવાહ

Riyaz Parmar

અસમની જેમ ઉત્તર પ્રદેશમાં પણ NRC લાગુ કરવા CM યોગીએ કમર કસી, UPમાં છે આટલા ઘૂસણખોરો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!