GSTV
Home » News » નીલગાયના સાત મૃતદેહ મળી આવતા મોત અંગે સર્જાયું રહસ્ય

નીલગાયના સાત મૃતદેહ મળી આવતા મોત અંગે સર્જાયું રહસ્ય

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામની સીમમાંથી રહસ્યમય રીતે 7 નીલગાય (રોઝ) મૃત હાલતમાં મળી આવતા જીવદયાપ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બાબતે મળતી માહિતી મુજબ રાણપુરના ખોખરનેશ ગામના ખેડૂત વિનોદભાઇ હરજીભાઇ વહેલી સવારના 6 થી 7 વાગ્યાની આસપાસ તેમના ખેતરે આવતા 7 નીલગાય મૃત હાલતમાં પડી હતી.

વિનોદભાઇએ આ બાબતની જાણ સરદારભાઇ મોરીને કરતા તેમણે વન વિભાગના અધિકારીઓને તથા પશુ ડોક્ટર બરવાળાને જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી ઘટના સ્થળે જ પી.એમ. કરી 7 નીલગાયના મોતનું કારણ જાણવા આજુબાજુની વાડી-ખેતર વિસ્તારમાં કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ બાબતે રાણપુર તાલુકા આર.એફ.ઓ. એમ.એમ. ભરવાડે જણાવ્યું હતું કે રાણપુરના ખોખરનેશની સીમમાં વન્ય પ્રાણી 7 નીલગાયના મોત થયાની અમને જાણ થતા અમે તાત્કાલીક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રથમ દ્રષ્ટીએ જોતા ઝેરી પદાર્થ, ખાતરવાળુ પાણી અથવા ઝેરી લીલો ચારો ખાવામાં આવેલ હોય અને તેના કારણે મૃત્યું થયેલ હોય તેવું લાગી રહ્યું છે. સાચુ કારણ જાણવા અને વધુ તપાસ અર્થે જૂનાગઢ મોકલવામાં આવશે. આ બનાવ અંગે આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!