GSTV
Ahmedabad Ajab Gajab ગુજરાત ટોપ સ્ટોરી

ગજબ! મનભરીને કરો ભોજન…એ પણ બિલ ચુકવ્યા વિના, જાણો અમદાવાદના આ નવા જમાનાના રેસ્ટોરન્ટ વિશે

ભોજન

તમને વિશ્વાસ નહી થાય કે દેશમાં એક એવી પણ રેસ્ટોરન્સ છે, જ્યાં તમે ફ્રીમાં નોર્મલ રેસ્ટોરન્ટની જેમ જ મેન્યૂમાંથી ફૂડ ઓર્ડર કરી અલગ-અલગ પ્રકારના વ્યંજનોનો આનંદ લઇ શકો છો. જ્યારે બિલ ચુકવવાનો વારો આવે છે તો તમારા ટેબલ પર એક ખાલી એનવલપ મુકી દેવામાં આવે છે. આ એનવલપમાં ભોજનનું બિલ નથી હોતુ, પરંતુ તમારા નામે કોઇએ પહેલાથી જ બિલ પે કરી દીધું હોય છે.

‘સેવા કેફે’માં લોકો સેવા ભાવથી આવે છે

હવે તમારે પણ આ ગિફ્ટમાં કોઇ બીજા માટે તમારી મરજી પ્રમાણે પૈસા ચુકવવાના છે. વિચારો આજના સમયમાં જ્યા નફો કમાવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવવામાં આવે છે ત્યાં એક રેસ્ટોરન્ટ આ પ્રકારની સુવિધા લોકોને આપી રહી છે. અમદાવાદમાં ‘સેવા કેફે’ (Seva Café)  આ જ રીતે લોકોને ભોજન કરાવી રહી છે. આ રેસ્ટોરન્ટમાં તમે ઇચ્છો તેટલુ ભોજન કરી શકો છો પંતુ બિલ તમારે તમારી મરજી પ્રમાણે ચુકવવાનુ છે.

આજના સમયમાં કોઈ માણસ રેસ્ટોરેન્ટ બિઝનેસ એટલા માટે પસંદ કરે છે કે તે આ ધંધામાં નફો કરે, પરંતુ સેવા કાફે એક એવું અલગ રેસ્ટોરેન્ટ છે કે જ્યાં સેવા ભાવને જ ધર્મ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 વર્ષો સુધી આ કાફે ગિફ્ટ ઈકોનોમી પર ચાલી રહ્યો છે. જો તમે એ વિચારી રહ્યા છો કે આ ગિફ્ટ ઈકોનોમી શું છે તો તમને જણાવી દઈે કે ગિફ્ટ ઈકોનોમીમાં તમારે ભોજન કર્યા બાદ બિલ ચૂકવવાનું નથી હોતું, કારણકે તમારું બિલ કોઈ એ પહેલ ાચૂકવી દીધું છે. ત્યારે બીજી તરફ તમારે પણ કોઈ બીજા ગ્રાહક માચે પોતાની મરજી મુજબ અને તે ગણતરીએ ગિફ્ટ પે કરવાનું રહે છે, તમારું જેટલું મન કરે તેટલી ચૂકવણી કરી શકો છો.મહિનાના અંત સુધીમાં ખર્ચ અને કમાણીનો હિસાબ કિતાબ કરવામાં આવે છે. અને મહિનાના અંતમાં જે કમાણી થઈ હોય છે તે ચેરીટી ફંડમાં જાય છે.

આ કાફે એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે આ ચેન છેલ્લા ઘણા સમયથી ચાલી આવે છે. નોંધનીય છે કે આ કાફે માનવ સદન અને સ્વચ્છ સેવા સદન એનજીઓ દ્વારા કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 વર્ષોથી આ કાફે પે ફોરવર્ડ મેથડ અથવા ગિફ્ટ ઈકોનોમી મેડલને અનુસરે છે. ગુરુવારથી રવિવાર સાંજે 7 કલાકથી 10 વાગ્યા સુધી અથવા તો જ્યાં સુધી 50 ગેસ્ટ પૂરા ના થઈ જાય ત્યાં સુધી આકાફે ઓપન રહે છે.

વોલન્ટિયરની મદદથી ચાલે છે રેસ્ટોરન્ટ

જણાવી દઈએ કે આ કાફે સંપૂર્ણપણે વોલન્ટિયરની મદદથી ચાલે છે. વિદ્યાર્થીઓથી માંડીને નોકરિયાત ઉપરાંત ટુરિસ્ટ પણ આ કેફેમાં મફતમાં કામ કરે છે, જો તમે પણ સ્વયંસેવા કરવા ઈચ્છો છો તો આ કાફેમાં પોતાની આવડત બતાવી શકો છો. તમે ખાવાનું બનાવવાના શોખીન છો તો કુકીંગ કરી શકો છો. જો તમે ખાવાનું સર્વ કરવાનું મન છે તો ખાવાનું સર્વ કરી શકો છો. જો તમને સારી રીતે વાસણ ઘસતા આવડે છે તો તમે વાસણ ઘસી શકો છો. સેવા કાફેના મેનેજર જણાવે છે કે સેવા કાફે એક વિચાર છે જ્યાં વોલન્ટિયર આવે છે અને અતિથિ દેવો ભવઃ ની ભાવનાથી લોકોને જમવાનું આપે છે. અતિથિ દેવો ભવઃની ભાવનાથી જમવાનું આપવાની કોઈ કિંમત ન આંકી શકાય.

Read Also

Related posts

એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન

GSTV Web Desk

પૂજાના પાણી સાથે ભકત ભૂલથી ગળી ગયા ભગવાનની મૂર્તિ ,જાણો પછી શું થયું ?

GSTV Web Desk

બહુ કહેવાય / દોસ્તને જાણમાં ના લઇ જવો પડ્યું ભારે, દુલ્હાને મળી 50 લાખ રૂપિયાની માનહાનીની નોટિસ

GSTV Web Desk
GSTV