GSTV

રાજસ્થાનની અલ્ટ્રા રનર સુફીયા ખાન 6 હજાર કિમી દોડીને વડોદરા પહોંચી, મિશન હૉપ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Last Updated on January 7, 2021 by Pravin Makwana

લોકોમાં માનવતા, એકતા, શાંતી અને સમાનતાનો સંદેશ દોડ થકી આપવા એક દિવસમાં 60 કિમી દોડીને 135 દિવસને અંતે 6000 કિમીનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા નીકળેલી સુફિયા ખાન આજે વડોદરા પહોંચી હતી.

રાજસ્થાનના અજમેરમાં રહેતી અલ્ટ્રા રનર સુફીયા ખાન 135 દિવસમાં 6000 કિલોમિટર દોડીને મિશન હોપ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે. ઇન્ડિયા ગેટથી 16 ડિસેમ્બરે સુફીયાએ દોડ શરૂ કરી હતી, જે આજે 1050 કિલોમિટર પૂર્ણ કરીને વડોદરા પહોચી હતી.

સૂફીયા લોકોમાં માનવતા, એકતા, શાંતી અને સમાનતાનો મેસેજ દોડ થકી આપી રહી છે. સુફીયા ખાન 135 દિવસમાં 11 રાજ્યો અને 25 શહેર કવર કરીને ભારતના સવર્ણીમ ચતુર્ભુજ માર્ગ થકી દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને કોલકતા જેવી મેટ્રો સિટીથી પસાર થશે. સુફીયા ખાને 3 વર્ષ પહેલા રનિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ અગાઉ તેણીએ કશ્મીરથી કન્યાકુમારી સુધીનો 4035 કિલોમિટરનો સફર રનિંગ કરીને ગીનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સુફીયાએ જણાવ્યું હતું કે, તે 16 વર્ષની હતી ત્યારે પિતાનુ મૃત્યુ થયુ અનેઅને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જવુ હતુ તેથી અભ્યાસ કરાવ્યો અને 10 વર્ષ સુધી તેને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. જોબના કારણે તે ફિટનેસ પર ધ્યાન આપી શકતી ન હતી તેથી સમય મળતો ત્યારે રનિંગ કરવાનું શરૂ કર્યુ અને સમય વિતતા રનિંગ તેનું પેશન બની ગયું. રનિંગ કરવાથી તેનું શારીરીક અને માનસિક સ્થિતી ઘણી તંદુરસ્ત થઇ. રનિંગ પર ફોકસ કરી શકુ માટે તેને જોબ પણ છોડી જેમા તેના પરિવાર અને પતિએ સાથ આપ્યો છે.

READ ALSO

Related posts

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!