બંગાળમાં પણ મમતા બેનરજીનું કંઈ ન ચાલ્યું, આખરે અમિત શાહની થઈ જીત

કોલકતા હાઇકોર્ટે બીજેપીની રથ યાત્રાને મંજુરી આપી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી આ કેસ પર રકજક ચાલતી હતી. પરંતુ હાઇકોર્ટે કહ્યું હતું કે ભાજપને રથ યાત્રા વિશે સરકારને સંપૂર્ણ માહિતી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે બીજેપીને છેલ્લા દિવસોમાં રથ યાત્રા કરવાની પરવાનગી આપવામાં નહોતી આવી. મમતા બેનરજીનાં સરકારની દલીલ હતી કે રથ યાત્રાથી સાંપ્રદાયિક તણાવ થાય છે અને જનતા વિવાદોમાં ઘેરાય છે. અમિત શાહે કોઈ પણ સંજોગોમાં રથયાત્રા કાઢવાની જીદ પકડી હતી. જેમાં ભાજપનો વિજય થયો છે. હાઇકોર્ટે મંજૂરી આપી દેતાં હવે ભાજપ ધૂમધમાકાભેર રથયાત્રા કાઢે તેવી સંભાવના છે. કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોવાથી મમતા સરકારે અા રથયાત્રા કાઢવા માટે પરમીશન આપી ન હતી.

કાર્યવાહી દરમિયાન રાજ્ય પોલીસની તરફેણમાં વકીલ આનંદ ગ્રોવરે દલીલ કરી હતી કે ભાજપની રથયાત્રામાં સુરક્ષા માટે ભારે સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે જો ભાજપને જિલ્લાઓમાં સભાઓ કરવી હોય તો તેની પરવાનગી આપી શકાય. પરંતુ એટલા વ્યાપક સ્તરે રેલીને મંજુરી આપી શકાય નહીં. આ પહેલા 6 ડિસેમ્બરે અદાલતે એક સિંગલ પીઠને ભાજપની રથયાત્રાને પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો. બીજેપી પ્રમુખ અમિત શાહ 7 ડિસેમ્બરે ઉત્તર બંગાળ સ્થિત કૂચ બિહારમાં હરી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરવાનાં હતા.

14 ડિસેમ્બરે રથ યાત્રા કરવાનો નિર્ણય લેવાયો

ત્યારબાદ સાતમી ડિસેમ્બરે ખંડપીઠએ રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશકને ભાજપના ત્રણ પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને 14 ડિસેમ્બરે રથ યાત્રા કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે ત્રણ સભ્યોની ટીમ સાથે વાટાઘાટો કર્યા પછી રથ યાત્રાની પરવાનગી બાબતે કહ્યુ હતુ કે તેમાં સાંપ્રદાયિક તણાવ થઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter