વર્ષ 2016માં અમરાઈવાડીમાં સામાન્ય બાબતમાં 4 જેટલા આરોપીઓએ સેલવાસ સુબ્રમણિયમની હત્યા કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી અજય મકવાણા, નીતિન નાડીયા, રોહિત મકવાણા અને સંજય હડીયલને સેસન્સ કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 10 હજાર દંડ હુકમ કર્યો છે. કોર્ટ 20 જેટલા દસ્તાવેજી પુરાવા અને 15 જેટલા સાક્ષીની જુબાની લઇને આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે.