શિયાળામાં તલ ખાવાના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા

તલ તથા તલની બનાવટો, તલનું તેલ આરોગ્ય માટે ઘણા ઉપયોગી છે. તલમાં મોનો સેચ્યુરેડેટ ફેટી એસિડ હોય છે. જે શરીરમાંથી  ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને સારું કોલેસ્ટરોલ એઠલે કે એચ.ડી.એલ.ને વધારવામાં મદદ કરે છે.  સારું કોલેસ્ટરોલ હૃદય રોગ, અને ધમનીઓને જામ થવા દેતું નથી. તેથી જ મકર સંક્રાંતિના તહેવારમાં તલના લાડું અને તલસાંકળી ખવાય છે તેનું મહત્વ ઘણું છે કારણ કે

કેન્સરની શકયતા ઘટાડે

તલમાં રહેલું સેસમીન નામનું એન્ટી ઓક્સિડન્ટ છે. જે કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે. સાથે સાથે કેન્સરના રસાયણનોને પણ ઉતપન્ન થતા અટકાવે છે. તેમજ ફેંફસાનું કેન્સર અને  પેટનું કેન્સર, લ્યૂકેમિયા, પ્રોટેસ્ટ, કેન્સર, સ્તન કેન્સરના પ્રભાવને ઓછો કરવા મદદ કરે છે.  

 

તણાવને ઓછો કરવા માટે ઉપયોગી

તલમાં રહેલું નિયોસિન નામનું તત્વ તણાવને ઓછો  કરવામાં મદદરૂપ છે.  તેમજ હૃદયની માંસુપેશીઓને પણ સ્વસ્થ રાખે છે.  તલમાં રહેલા મિનરલ્સ જેવાકે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આર્યન, સેલેનિયમ જેવા તત્વો હૃદયની માંસપેશીઓને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે  જરૂરી છે.  તેમજ તે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી છે.

બાળકોના હાડકાંને મજબૂત બનાવે 

તલમાં રહેલું ડાયટરી પ્રોટિન તથા એમિનો એસિડ બાળકોનાં હાડકાને મજબૂત તથા વિકસિત કરવા માટે ઉપયોગી છે. 100 ગ્રામમાં તલમાં આશરે 18 ગ્રામ પ્રોટીન હોય છે.  જે બાળકના વિકાસ માટેખૂબ જ જરૂરી છે.

 

સર્ગભા મહિલા માટે ઉપયોગી

તલમાં ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલા અને તેના પેટમાં રહેલા બાળકના વિકાસ માટે જરૂરી છે.

તલના તેલની માલિશ

તલના તેલથી માલિશ પણ કરી શકાય છે. ત્વચાની કુમઆશ જાળવી રાખવી હોય તેમજ હાડકાંને મજબૂત બનાવવા હોય તો આબાલવૃદ્ધ સૌ  તલના તેલની માલિશ શકે છે. બાળકોને તલના તેલની માલિશ કરવામાં આવે તો બાળકોને ઉંઘ પણ સરસ આવે છે.

ઓસ્ટિયોપોરોસીસની શકયતા ઘટાડે

તલમાં રહેલા ઝિન્ક તથા કેલ્શિયમ હાડકાને જક઼ડાતા અટકાવે છે.

ડાયાબિટીસમાં ઉપયોગી

ડિપાર્ટમેન્ટ ઓફ બાયોથેક્સનોલોજી, તામિલનાડુએ કરેલા એક સંશોધન મુજબ હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવાની સાથે સાથે તલનું એન્ટિ ગ્લિસેમિક લોહીમાં ગ્લુકોઝના પ્રમાણને 36 ટકા ઓછું  કરવા માટે મદદ કરે છે.  એટલા માટે જ ટાઇપ ટુ ડાયાબિટીસના રોગીઓ માટે તલ મદદરૂપ છે.

 

 તલને આ રીતે ઉપયોગમાં લેવા

તલને  આહારમાં સામેલ કરતા પહેલા  શેકી લેવા. આવા શેકેલા તલ તમે કોઈ પણ પ્રકારના સલાડમાં ભભરાવીને ખાઈ શકો છો.  ઉપરાંત તલના લાડું કે તલની પૂરી બનાવીને  પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter