વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત બાદ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની મૂલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં કોરોનાની વેક્સીન અંગે માહિતી મેળવી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાએ જણાવ્યું કે, કોરોના વેક્સીનને તૈયાર કરવાની કામગીરી એડવાન્સ સ્ટેજ પર છે. તેમણે જણાવ્યુ કે, કોવિશીલ્ડના ટ્રાયલ રિપોર્ટ સારા સંકેત આપી રહ્યા છે. આથી કંપની કોવિશીલ્ડના ઇમરજન્સીમાં ઉપયોગ માટે વહેલી તકે પ્રક્રિયા શરુ કરવા પર વિચારણા કરી રહી છે.

પૂનાવાલાએ એમ પણ જણાવ્યુ હતું કે અત્યાર સુધી ભારત સરકાર તરફથી લેખિતમાં એવુ કંઇ પણ મળ્યુ નથી કે તે કોરોના વેક્સીનના કેટલા ડોઝ લેશે, પરંતુ એવા સંકેત જરુર મળ્યા હતા કે જૂલાઇ 2021 સુધી સરકાર 30-40- કરોડ વેક્સીન ડોઝ લઇ શકે છે. પીએમ મોદીની મૂલાકાત પર પૂનાવાલાએ જણાવ્યુ કે, કોવેક્સીન અને તેના ઉત્પાદન વિશે વડાપ્રધાન મોદી વિસ્તૃત માહિતી ધરાવે છે.

READ ALSO
- 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું