GSTV

કોરોનાને લઈને રાહતના સમાચાર: સીરમના સીઈઓએ જણાવ્યું ક્યારે આવશે વેક્સીન

દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા મામલાઓ વચ્ચે ભારત માટે રાહતરુપ ખબર આવી છે. કોરોનાની રસી બનાવી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ આદર પૂનાવાલાએ ભારતમાં કોરોનાની રસી ક્યારે આવશે તે અંગે મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.

વેક્સીન

ડિસેમ્બર સુધીમાં આવી જશે વેક્સીન

પૂનાવાલાનુ કહેવુ છે કે, આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે. જોકે વેક્સિન બનીને તૈયાર થાય તે બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી પર આધઆર રાખે છે. સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર સંયુક્ત રીતે કામ થઈ રહ્યુ છે.

ટ્રાયલના સારા પરિણામો મળ્યા તો જલદી આવશે વેક્સીન

ત્યારે પૂનાવાલાનુ કહેવુ છે કે, બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે. તેમના મતે જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે. જેને મંજૂરી મળતા જ ભારતમાં રસીનુ ટેસ્ટિંગ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વેક્સિન હશે. પૂનાવાલાએ કહ્યુ હતુ કે, કોરોનાની ઓક્સફર્ડ વેક્સિનના 100 મિલિયન ડોઝ આગામી વર્ષના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. આ વેક્સીન બહુ સસ્તી હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!