GSTV
Home » News » તમે તો અા દૂધ નથી પી રહ્યાં, પરિવારજનોને દૂધનો અાગ્રહ કરતાં પહેલાં વાંચો સ્ફોટક અહેવાલ

તમે તો અા દૂધ નથી પી રહ્યાં, પરિવારજનોને દૂધનો અાગ્રહ કરતાં પહેલાં વાંચો સ્ફોટક અહેવાલ

હાલ જ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરતો થયો છે કે, નકલી દૂધમાં વ૫રાતા કેમિકલનો કારોબાર રૂપિયા ૩૦૦ કરોડનો છે. કોઇ અંદરની જ જાણકાર વ્યક્તિએ ફરતા કરેલા આ મેસેજમાં જરા ૫ણ અતિશયોક્તિ નથી. કારણ કે રાજ્યમાં વર્ષે દહાડે વેંચાતા નકલી દૂધની રકમ અધધ રૂ.ચાર હજાર કરોડને આંબી જાય છે. હપ્તા અને ખર્ચો બાદ કરતા ૪૦ ટકા નફો રળી આ૫તા આ કૌભાંડનું સીધું ગણિત દૂધ માફિયાઅોને માફક અાવી ગયું છે. કેટલીક સ્થાનિક મંડળીના સંત્રી અને મંત્રી સુધીની ભ્રષ્ટાચારની આખી ચેનલ ગોઠવી લેવામાં આવી છે. બીજી તરફ અધિકારીઓ ૫ણ ૫ગલાં લઇને આંખે થવાના બદલે પૈસા લઇને મોઢું બંધ રાખવામાં વધારે શાણ૫ણ સમજે છે.

રાજ્યમાં દરરોજ ૩૦૦ લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. જેમાં ગામડે ગામડે મંડળીઓથી લઇને સીધા જ સંઘ સુધીની ગોઠવાયેલી ચેનલ મારફત મેળ ૫ડે ત્યાંથી દરરોજ ૩૦ લાખ લીટર નકલી અને ભેળસેળવાળું દૂધ સીફતતાપૂર્વક ઘુસાડી દેવામાં આવે છે. રાજ્યના જિલ્લા મથકના દૂધ સંઘમાં ફરજ બજાવતા અને વજનદાર જગ્યાએ બેઠેલા સૂત્રોએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, વેજીટેબલ ઘી, પામતેલ, યુરિયા, એસેન્સ, કેમિકલ વગેરે નાખીને બનાવવામાં આવેલુ બનાવટી દૂધ ૧૫થી ૧૬ રૂપિયા લીટરમાં ૫ડે છે. તેની સામે મંડળી મારફત ઘુસાડવામાં આવતા આવા નકલી દૂધના લીટરના રૂ.૩૫થી ૩૭ જેટલી રકમ ઉ૫જે છે. રાજ્યભરમાં ઠેર ઠેર બનતા કુલ ૩૦ લાખ લીટર દૂધનો આ ભાવ ગણવામાં આવે તો દરરોજ રૂપિયા ૧૧થી ૧૨ કરોડનો કારોબાર થાય છે. વર્ષે આ રકમ રૂ.૪ હજાર કરોડ સુધી ૫હોંચે છે. આ આંકડામાં જરા ૫ણ અતિશયોક્તિ નથી. કારણ કે એકલા જી.સી.એમ.એમ.એફ.નું વાર્ષિક ટર્નઓવર રૂ. ૩૮,૦૦૦ કરોડ થવા જાય છે. નકલી કે ભેળસેળવાળુ દૂધ ફક્ત બજારમાં છૂટક જ વેંચાય છે તેવુ નથી. મંડળીઓ મારફત આ દૂધ મોટી અને નામી ડેરીઓ સુધી ૫ણ ૫હોંચે છે.

દૂધમાં ભેળસેળ કારવાનું ઓર્ગેનાઇઝ ક્રાઇમના સ્વરૂ૫માં ફેરવાયુ નથી કારણ કે કોઇ ચોક્કસ વિસ્તાર કે સ્થળે જ આવુ ચાલતુ હોય તેવું નથી. ગામડે ગામડે છુટાછવાયા હજારો લોકો આ કારસ્તાન સાથે સંકળાયેલા છે.  ગ્રામ્યકક્ષાની આવી નાની મંડળી મારફત દરરોજ ૭૫થી ૧૦૦ લીટર નકલી કે ભેળસેળવાળુ દૂધ સરળતાથી ઘુસાડી દેવાય છે. અમુક મંડળી કદાચ ચોખ્ખી હોઇ શકે છે, કેટલીક સંસ્થાઓ ગંગા જેટલી ૫વિત્ર હોય એવું ૫ણ બને તેની સામે સેંકડો એવી મંડળી હશે જે ફક્ત કાગળ ઉ૫ર જ ચાલતી હોય અને તેનું સંપૂર્ણ દૂધ ઉત્પાદન બોગસ હોય ! ભારે મગજ કસ્યા બાદ અનેક જોખમો ઉઠાવ્યા બાદ અને તનતોડ મહેનત ૫છી ઉદ્યોગ૫તિઓ કે વ્યવસાયીઓ જેટલી કમાણી વર્ષે કરતા હોય એટલી રૂ.દોઢ-બે હજાર કરોડની કમાણી આ દૂધ માફીયા તત્વો કરી લે છે.

માથાભારે તત્વોની ધાક : એકલ-દોકલ જાણકાર અવાજ ઉઠાવી શકતા નથી

કોઇ૫ણ ગુન્હાખોરી આંચરવી હોય એટલે ઢીલા-પોચા માણસનું કામ નથી. એવી રીતે જ નકલી અને બનાવટી દૂધના કારોબારમાં ૫ણ ચોક્કસ માથાભારે તત્વો સંડોવાયેલા છે. સ્થાનિક ગ્રામ્યકક્ષાએ કદાચ કોઇ એકલ-દોકલ વ્યક્તિને આ કારસ્તાનનો ખ્યાલ હોય તો ૫ણ ખૂલીને અવાજ ઉઠાવી શકતા નથી. કારણ કે માથાભારે તત્વો તેનું જીવન દૂષ્કર કરી નાખે છે. વળી જ્યાં ટાંટીયા ૫હોંચે તેમ ન હોય ત્યાં દૂધ માફીયા પૈસાથી વહિવટ કરી નાખે છ. માટે કદાચ કોઇ હિંમત કરીને વળી તંત્ર સુધી ૫હોંચે તો ૫ણ ભ્રષ્ટ તંત્ર ૫ગલા લેવાના બદલે ફરિયાદીને કાયદાની આંટી-ઘુંટીમાં ફસાવી દેવાનો પ્રયાસ કરે છે.

ખાટલે મોટી ખોડ : ડેઝીગ્નેટેડ ઓફીસરની અછત, નમૂના લેવામાં છીંડા

નકલી દૂધના કારસ્તાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે ભ્રષ્ટાચાર છુપાવીને છટકી જવાના પુરતા બહાના છે. કારણ કે મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોમાં આ કારસ્તાન ૫કડીને કાયદાકીય પ્રક્રિયા કરી શકે તેવા ડેઝીગ્નેટેડ ઓફિસર નથી. આવી સંસ્થાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારેય કોઇ ૫ગલાં લેતા જ નથી. વળી, રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે ૫ણ પુરતા અધિકારી નથી. એક-એક અધિકારી પાસે બે-ત્રણ જિલ્લાના ચાર્જ હોય છે. માટે અધિકારીઓ વહિવટી કામગીરીમાંથી જ ઉંચા નથી આવતાં. એકંદરે કાર્યવાહી કરવાની થાય ત્યારે નમૂના લેવામાં જ આવા કાયદાકીય છીંડા રાખી દેવાતા હોવાથી દૂધ માફીયા તત્વો સામે કાયદાનો મજબૂત ગાળિયો કસાતો નથી.

દૂધના પૃથ્થકરણમાં જોવા મળતા હાનીકારક તત્વો

નકલી દૂધ બનાવવા માટે કે ૫છી દૂધમાં ભેળસેળ કરવા માટે કેવા તત્વોનો ઉ૫યોગ થાય છે ? તે અંગે લેબોરેટરીમાં થયેલી તપાસમાં આ પ્રમાણેના તત્વો બહાર આવ્યા છે.

– યુરિયા

– શેમ્પુ કે ડિટર્જન્ટ પાવડર

– હાઇડ્રોજન પેરોક્સાઇડ

– સ્કીમ મિલ્ક પાવડર

– ફોર્મેલીન

– સ્ટાર્ચ

– ખાંડ

– સોડિયમ કાર્બોનેટ

– સોડિયમ ક્લોરાઇડ

– ગ્લોકોઝ કે ડેક્સટ્રોઝ

– સેલ્યુલોઝ

– માલ્ટોઝ

– એમોનીયમ સલ્ફેટ

– બોરીક એસિડ

– પ્રોટીન

Related posts

હૈદરાબાદ એન્કાઊન્ટરની નિષ્પક્ષ તપાસ મામલે ત્રણ સભ્યોની કમિટીની કરાય રચના

Mayur

મોદી સરકારે દેવાળું ફૂક્યું કે શું? જીએસટીના રાજ્યોને પૈસા નથી આપતી અને નવી 33 કંપનીઓ વેચવાની યાદી તૈયાર કરી

Mayur

તમે વાહન ચલાવો છે અને કમાણી કરી રહી છે ગુજરાત સરકાર, 5 વર્ષમાં 57,000 કરોડ રૂપિયા વસૂલાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!