શુદ્ધ હવા તો મળવી મુશ્કેલ છે. પરંતુ જે હવા આપણે શ્વાસમાં લઈ રહ્યાં છીએ સતત પ્રદૂષિત થતી જાય છે. ઈનડોર અને આઉટડોર બન્ને હવાઓ પ્રદૂષિત છે. લોકોનું આરોગ્ય તેનાથી અકલ્પનિય રીતે જોખમાઈ રહ્યું છે. આ અંગે વિજ્ઞાનીઓ વારંવાર ચેતવણી આપતા રહે છે અને નિયમિત અભ્યાસો-તારણો રજૂ કરતાં રહે છે. આ અંગેની ક્લાઈમેટ ટ્રેન્ડ્સ અને આઈઆઈટી દિલ્હી સહિતની સંસ્થાઓ દ્વારા કલકતા ખાતે યોજવામાં આવી હતી. તેમાં કેટલાક આંખ ઉઘાડનારા તારણો રજૂ થયા હતા.

હવાને પ્રદૂષિત કરવામાં સૌથી મોટો ફાળો પીએમ -2.5 તરીકે ઓળખાતા કણોનો છે. શહેરી વિસ્તારમાં પીએમ-2.5નું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારની હવા હજુ થોડી શુદ્ધ છે. ત્યાં પીએમ-2.5નું પ્રમાણ શહેરો કરતાં ઓછું છે.
પ્રદૂષિત હવાને કારણે થતી અપર રેસ્પિરેટરી સિન્ડ્રોમ (યુઆરએસ) નામની બિમારી શહેરી અને ગ્રામ્ય બન્ને વિસ્તારમાં થવા લાગી છે. શહેરી વિસ્તારમાં તેનું પ્રમાણ 27 ટકાથી વધારે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 19 ટકાથી વધારે જોવા મળ્યું છે.
મોટી ઉંમરના લોકોને જ યુઆરએસની સમસ્યા થાય છે એવુ નથી. કુલ દર્દીમાંથી 31 ટકા દર્દી 20 વર્ષ કે તેનાથી નાની વયના જોવા મળ્યાં છે.
બીજી સમસ્યા લોઅર રેસ્પિરેટરી સિન્ડ્રોમ (એલઆરએસ) નામની છે. એ પણ હવા પ્રદૂષણથી પેદા થાય છે. એટલે કે શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય છે. 50 કે તેનાથી વધારે વયના શહેરી નાગરિકોમાં આ પ્રમાણ 8 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ લગભગ એટલું જ જોવા મળ્યું છે.
મહિલાઓમાં પણ યુઆરએસનું પ્રમાણ ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.
ગામમાં ખેતી કરતાં હોય કે શહેરની ઓફિસોમાં કામ કરતાં હોય શ્વસનતંત્રની નબળાઈથી કોઈ બાકાત નથી. ઓફિસમાં બેસીને કામ કરનારા લોકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે.
હવા પ્રદૂષણથી વર્ષે લાખો મોત થાય છે. એ ઉપરાંત અર્થતંત્ર પર તેની મોટી અને વિપરિત અસર પડે છે. આ અંગેના વિવિધ અભ્યાસો વિજ્ઞાનીઓ રજૂ કરતાં હોય છે. શ્વાસની સમસ્યા સર્જાય એ પછી શરીરમાં બીજી ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. અહીં રજૂ કર્યા એ તારણો હવા પ્રદૂષણ પર કામ કરતી સંસ્થા ક્લાઈમેટ ટ્રેન્ડ્સ અને આઈઆઈટી દિલ્હીના નિષ્ણાતોએ મળીને તૈયાર કરેલા રિપોર્ટમાં રજૂ થયા હતા. હવા પ્રદૂષણ એ જગતની સૌથી મોટી પર્યાવરણ વિષયક આરોગ્ય સમસ્યા છે. ક્લાઈમેટ ટ્રેન્ડ્સના ડિરેક્ટર આરતી ખોસલાએ કહ્યું હતું કે ‘હવા પ્રદૂષણ દિન-પ્રતિદિન ગંભીર સમસ્યા બનતી જાય છે. હવે તો મોનિટરિંગ સ્ટેશનો વધ્યા છે, ટેકનોલોજીએ પણ કામ સરળ બનાવ્યું છે એટલે આપણી પાસે વધુ ડેટા આવી રહ્યો છે. તેના આધારે આવા વધુ અભ્યાસ કરી શકાશે. તેના આધારે હવા પ્રદૂષણ અને આરોગ્ય અંગેની નીતિ વધારે અસરકારક બનાવવી જોઈએ.’
READ ALSO:
- પતિના વર્તનનાં કારણે ઘરમાં અશાંતિ રહેતી હોય, તો તે ઘરમાં રહેવાનો હકદાર નથી, વકીલ પત્નીને ઘર શોધવા કર્યો નિર્દેશ
- Monkeypox: લક્ષણો વિના પણ સામે આવી શકે છે મંકીપોક્સના કેસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
- ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર
- મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ
- મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી