GSTV

કરણ જૌહરનું નામ આપી દે તને બચાવી લઈશું, ક્ષિતિજ પ્રસાદના એનસીબી પર ગંભીર આક્ષેપો

ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બ્લેકમેલ કરીને તેમની પર કરણ જોહરને ફસાવવાનું દબાણ કર્યું હતું. ક્ષિતિજની ધરપકડ બાદ વીડિયો કોન્ફરન્સની મુદ્દતમાં વકીલ સતીશ માનશિંદેએ દાવો કર્યો કે, એનસીબીના અધિકારીઓએ તેમના ક્લાયન્ટ પર પ્રેશર કર્યું કે તેઓ કરણ જોહર અને તેમની કંપનીના બીજા લોકો સામે ડ્રગ્સ લેવાની વાત માને. તો તેને છોડી દેવામાં આવશે. જોકે એનસીબીના ડેપ્યુટી ડીજી અશોક જૈને આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને તપાસ પ્રોફેશનલ રીતે કરાઇ રહી છે.

ઉત્પીડન અને બ્લેકમેલ થઇ રહ્યું છે

સતીશ માનશિંદેનું કહેવું છે કે, ક્લાયન્ટનું એનસીબી દ્વારા ઉત્પીડન અને બ્લેકમેલ થઇ રહ્યું છે. તેઓને જણાવ્યા અનુસાર, ક્ષિતિજે કોર્ટને જણાવ્યું કે તેમનું નિવેદન સમીર વાનખેડે માટે હતું, જેઓ એનસીબીની મુંબઇ યુનિટના હેડ છે.

આરામદાયક વ્યવસ્થા પણ કરાઇ

વકીલના અનુસાર, સમીર વાનખેડે સિવાય એનસીબીના અન્ય અધિકારીઓનો વ્યવહાર સૌહાર્દપૂર્ણ હતો અને રાત્રે ક્ષિતિજને સુવા માટે આરામદાયક વ્યવસ્થા પણ કરાઇ હતી. બીજા દિવસે જ્યારે ક્ષિતિજનું નિવેદન રેકોર્ડ કરાયું ત્યારે સમીર વાનખેડેએ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ (ક્ષિતિજ) જો કરણ જોહર અને ધર્મા પ્રોડક્શનના અન્ય લોકોએ ડ્રગ્સ લેવાની વાત કહે છે તો તેમને છોડી દેવામાં આવશે.

ખોટી રીતે ફસાવવા માગતા નથી

ક્ષિતિજે આવું કહેવાથી ઇન્કાર કર્યો કારણ કે તેઓ કોઇપણને અંગત રીતે ઓળખતા નથી અને કોઇને ખોટી રીતે ફસાવવા માગતા નથી. બીજી તરફ એનસીબીના ડેપ્યુટી ડીજી જૈનનું કહેવું છે કે, તપાસ પ્રોફેશનલ રીતે કરાઇ રહી છે અને કોઇપણને જાણી જોઇને ફસાવવાની કે નિશાન બનાવવાની કોશીશ નથી થઇ રહી. ક્ષિતિજ તરફથી લગાવાયેલા તમામ આરોપ નિરાધાર છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!