GSTV
Home » News » વર્લ્ડકપ પહેલાની શ્રેણીની હાર ભારતને ફરીથી વિશ્વવિજેતા બનાવે તેવો સંકેત

વર્લ્ડકપ પહેલાની શ્રેણીની હાર ભારતને ફરીથી વિશ્વવિજેતા બનાવે તેવો સંકેત

ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારા વર્લ્ડકપ અગાઉની આખરી વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ૨-૩થી હારનો સામનો કરવો પડયો હતો. શ્રેણીમાં એક તબક્કે ૨-૦થી સરસાઈ મેળવ્યા બાદની ભારતની હારને કારણે કેટલાક ક્રિકેટ ચાહકો ચિંતિત બન્યા છે. જોકે, ભારતની આ શ્રેણીની હાર બાદ ટીમ ઈન્ડિયા ચોથી વખત વિશ્વકપ જીતી લે તો નવાઈ નહી. નોંધપાત્ર છે કે, ભારતે અત્યાર સુધી વન ડેમાં બે વખત અને ટી-૨૦માં એક વખત વર્લ્ડકપ જીત્યો છે અને આ ત્રણેય વખત ભારત વર્લ્ડ કપ પહેલાની શ્રેણીમાં હાર્યું હતુ. બરોબર વર્લ્ડકપ પહેલાની શ્રેણીની હારને કારણે વધુ સાવચેતી અને તકેદારી સાથે વર્લ્ડકપમાં ઉતરેલા ભારતીય ખેલાડીઓએ વિશ્વવિજય મેળવીને ઈતિહાસ રચી દીધો હતો.

ઈ.સ.૧૯૮૩ના વન ડે વર્લ્ડકપમાં કપિલ દેવની આગેવાની હેઠળની, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપમાં ધોનીની આગેવાની હેઠળની અને ૨૦૧૧ના વન ડે વર્લ્ડકપમાં પણ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વિશ્વવિજય મેળવ્યા હતા. હવે કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઈતિહાસને દોહરાવશે તેમ ચાહકો માની રહ્યા છે. 

દુનિયાના લગભગ તમામ દિગ્ગજો-વિવેચકો અને એનાલીસ્ટ્સ ભારતને આગામી વર્લ્ડકપના દાવેદારોમાં સૌથી આગળ હોવાનું કબુલે છે. હાલની ટીમ ઈન્ડિયાની કેટલીક સમસ્યાઓ તો છે, આમ છતાં વર્તમાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની ફૂલસ્ટ્રેન્થ ટીમને પડકાર આપવાની ક્ષમતા જૂજ ટીમો ધરાવે છે, આવી સ્થિતિમાં ભારત વર્લ્ડકપ જીતી લે તો નવાઈ નહી.

૧૯૮૩ના વર્લ્ડકપ પહેલા વિન્ડિઝ સામે વન ડે શ્રેણી હાર્યા

કપિલ દેવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં ઈંગ્લેન્ડની ભૂમિ પર રમાયેલો વર્લ્ડકપ જીતી લઈને નવો ઈતિહાસ આલેખ્યો હતો. ભારતે ફાઈનલમાં સતત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ મનાતી વિન્ડિઝને ટીમને હરાવીને વિશ્વવિજેતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું હતુ. જોકે ઈંગ્લેન્ડમાં જુન,૧૯૮૩માં વર્લ્ડકપ શરૃ થયો તે પહેલા ભારતીય ટીમે તેની વર્લ્ડકપ અગાઉની છેલ્લી શ્રેણી માર્ચ-એપ્રિલમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં રમી હતી. કપિલ દેવની આગેવાની હેઠળની ટીમને તે ૩ વન ડેની શ્રેણીમાં ભારતને વિન્ડિઝે ૧-૨થી હરાવ્યું હતુ. 

૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડમાં શ્રેણી ગુમાવી

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમે ૨૦૦૭માં સાઉથ આફ્રિકાની ભૂમિ પરના સૌપ્રથમ ટી-૨૦ વર્લ્ડકપમાં ધમાકેદાર પર્ફોમન્સ આપતાં વિશ્વવિજેતાનો ખિતાબ મેળવ્યો હતો. તેમાંય ભારતે ભારે રોમાંચક ફાઈનલમાં જે પ્રકારે પાકિસ્તાનને પછાડીને વર્લ્ડકપ જીત્યો તે સોનામાં સુગંધ ભળેે તેવું બની રહ્યું હતુ. નોંધપાત્ર બાબત એ રહી કે, સપ્ટેમ્બર, ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપ શરૃ થયો તે પહેલા ભારત ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં સાત વન ડેની શ્રેણી રમ્યું હતુ. આ શ્રેણીમાં ભારતને ઈંગ્લેન્ડે ૩-૪થી હરાવ્યું હતુ. 

૨૦૧૧ના વન ડે વર્લ્ડકપ અગાઉ ભારત સાઉથ આફ્રિકા સામે વન ડે શ્રેણી હાર્યું

ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ૨૦૧૧માં ઘરઆંગણે વન ડે વર્લ્ડકપ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શ્રીલંકા સામેની ફાઈનલમાં તનાવભરી પળો બાદ ધોનીએ તેની આઇકોનિક સ્ટાઈલમાં ફટકારેલો વિજયી છગ્ગો આજે પણ ક્રિકેટ ચાહકોના માનસપટલ પર છવાયેલો છે. ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશે સંયુક્તપણે યોજેલો વર્લ્ડકપ ૧૯મી ફેબુ્રઆરીથી શરૃ થયો હતો. બરોબર તે અગાઉ જાન્યુઆરીમાં ભારતની ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે હતી. આ પ્રવાસમાં યજમાન સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવવા છતાં ટીમ ઈન્ડિયા આખરે ૨-૩થી હારી ગઈ હતી. જોકે ત્યાર બાદના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ કમાલ કરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

Bansari

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!