GSTV
Home » News » નાઓમી ઓસાકાએ જીત્યો US-OPEN 2018 નો ખીતાબ

નાઓમી ઓસાકાએ જીત્યો US-OPEN 2018 નો ખીતાબ

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને જાપાનની નાઓમી ઓસાકા વચ્ચે શનિવારે ફાઇનલ મુકાબલો યોજાયો હતો. જેમાં જાપાનની 20 વર્ષીય નાઓમી ઓસાકાએ સેરેના વિલિયમ્સને ફાઇનલમાં 6-2, 6-4થી હરાવી તેના કરિયરનો પ્રથમ ગ્રેંડ સ્લેમ ખિતાબ હાંસલ કર્યો છે.

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સેમીફાઇનલમાં લાતવીયાની અનસ્તાસિયા સેવસ્તોવાને 6-3, 6-0થી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. સેરેના વિલિયમ્સ પાસે શનિવારે ઇતિહાસ બનાવવાની તક હતી.

જો તે યુએસ ઓપનની ફાઇનલમાં જાપાનની નાઓમી સામે જીત હાંસલ કરી લેતી તો વિમેન્સ સિંગલ્સના 24 ગ્રેંડ સ્લેમ ખિતાબ જીતવાનો ઓસ્ટ્રેલિયાની માર્ગે કોર્ટના રેકોર્ડની બરાબરી કરી લેતી. પરંતુ સેરેના વિલિયમ્સ સામે જાપાનની 20 વર્ષીય નાઓમી ઓસાકાએ 6-2, 6-4થી જીત હાંસલ કરી લેતા સેરેના આ રેકોર્ડની બરાબરી ના કરી શકી હતી.

ઓસાકાની આ જીત એટલા માટે ખાસ છે કે ગ્રેંડ સ્લેમ ખિતાબ જીતનારી જાપાનની આ પ્રથમ મહિલા ખિલાડી છે. ન્યૂ યોર્કના અર્થર એશ સ્ટેડિયમમાં ફાઇનલમાં તેણે દુનિયાની પૂર્વ નંબર-1 ખેલાડીને વર્ષના છેલ્લા ગ્રેંડ સ્લેમમાં હરાવી છે. ઓસાકાની વિલિયમ્સ પર બે મેચોમાં આ બીજી જીત છે. આ વર્ષે માર્ચમાં આયોજીત મિયામી ઓપનમાં તેણે સેરેનાને હરાવી હતી.

ઓસાકાએ પ્રથમ સેટમાં આરામથી જીત હાંસલ કરી અને વિવાદો વચ્ચે બીજો સેટ પણ તેણે પોતાના નામે કરી લીધો હતો. સેરેના બીજા સેટમાં જીતવાનો પ્રયત્ન કરી રહી હતી. તે દરમિયાન તેના કોચ દ્વારા કથિત રૂપે હાથનો ઇશારો કરવાના આરોપથી કોચનું આ પગલું નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું. ચેર અમ્પાયર કાર્લોસ રામોસના આ નિર્ણયથી સેરેનાએ ભડકી ઉઠી હતી. ત્યારબાદ ઓસાકાની લીડ વધીને 5-3 થઇ ગઇ હતી.

ગુસ્સામાં સરેનાએ પોતાનું રેકેટ કોર્ટ પર પછાડ્યું હતું, જેને ફરી એકવાર નિયમોનું ઉલ્લંઘન ગણાવામાં આવ્યું હતું. તેણે અમ્પાયરને ચોર પણ કહ્યું હતું. ત્યારબાદ તેણે અમ્પાયર પાસે માફી પણ માંગી હતી.

સેરેનાએ અમ્પાયરને કહ્યું કે હું તમારી માફી માંગુ છું. મે મારા જીવનમાં કહ્યારે છેતરપીંડી કરી નથી. મારી એક દિકરી છે અને હું તેની સામે એક સારુ ઉદાહરણ પ્રસ્તુત કરવા માંગુ છું. તેણે કહ્યું કે, છેતરપીંડી કરવા કરતા હું હારવાનું પસંદ કરીશ.

Related posts

એશિયન એથ્લેટિક્સ: ભારતની પી.યુ.ચિત્રાને 1500 મીટરની દોડમાં મળ્યો ગોલ્ડ

Mansi Patel

વર્લ્ડ કપમાં આ વખતે વાગશે આ સાત બેટસમેનનો ડંકો, ઓસ્ટ્રેલીયા કે શ્રીલંકા કોઇ નહી બચી શકે

Path Shah

કોહલીને લાગ્યો મોટો ઝટકો, રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનો આ ‘લકી’ ખેલાડી IPLમાંથી બહાર

Bansari