GSTV
Gujarat Government Advertisement

સ્ટ્રાયકોવા સામે સેરેના અને સ્વિટોલિના સામે હાલેપનો વિજય

Last Updated on July 12, 2019 by Mayur

અમેરિકાની ૩૭ વર્ષીય લેજન્ડરી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ચેક રિપબ્લિકની સ્ટ્રાયકોવાને સીધા સેટોમાં ૬-૧, ૬-૨થી હરાવીને કારકિર્દીમાં ૧૧મી વખત વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે શનિવારે રમાનારી વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં તેનો મુકાબલો રોમાનિયાની સિમોના હાલેપ સામે થશે. હાલેપે અન્ય સેમિ ફાઈનલમાં યુક્રેનની સ્વિટોલીનાને ૬-૧, ૬-૩થી પરાસ્ત કરી હતી.

સેરેનાએ આ સાથે કારકિર્દીના રેકોર્ડ આઠમા વિમ્બલ્ડન ટાઈટલની સાથે ૨૪મી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ જીતવા તરફ આગેકૂચ કરી છે. સેરેનાએ માત્ર ૫૯ મિનિટમાં જ સેમિ ફાઈનલ જીતીને ટાઈટલ જંગ માટે ક્વોલિફાય કરી લીધું હતુ. સેરેના ગત વર્ષે પણ વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશી હતી, જ્યાં તેને જર્મનીની કેર્બર સામે હારનો સામનો કરવો પડયો હતો. સેરેના હવે ઓસ્ટ્રેલિયાના માર્ગારેટ કોર્ટના સૌથી વધુ ૨૪ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીતવાના ઓલટાઈમ રેકોર્ડની બરોબરી કરવા તરફ મીટ માંડી રહી છે. 

બંને દિગ્ગજો ૨૦૦૮ બાદ પહેલી વખત વિમ્બલ્ડનમાં ટકરાશે

આજની ફેડરર વિ. નડાલ વચ્ચેની  સેમિ ફાઈનલનો ચાહકોને ઈંતજાર

યોકોવિચ-આગટ વચ્ચે બીજી સેમિ ફાઈનલ

સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરર અને તેના કટ્ટર હરિફ એવા સ્પેનિશ સ્ટાર નડાલ વચ્ચે આવતીકાલે વિમ્બલ્ડનનો સેમિ ફાઈનલ મુકાબલો ખેલાશે. ૩૭ વર્ષના ફેડરરને કારકિર્દીના ૯માં વિમ્બલ્ડન ટાઈટલની તલાશ છે. જ્યારે ૩૩ વર્ષનો નડાલ ત્રીજી વખત વિમ્બલ્ડન જીતવાની આશા રાખી રહ્યો છે. બંને દિગ્ગજો વચ્ચેની પ્રતિસ્પર્ધામાં આવતીકાલનો ૪૦મો મુકાબલો નવું પ્રકરણ ઉમેરશે. બંને વચ્ચે ૨૦૦૮ બાદ પહેલી વખત વિમ્બલ્ડનમાં મુકાબલો થશે. છેલ્લે ૨૦૦૮માં બંને ફાઈનલમાં ટકરાયા ત્યારે નડાલે ૬-૪, ૬-૪, ૬-૭ (૫-૭), ૬-૭ (૧૦-૮), ૯-૭થી જીત મેળવી હતી. આવતીકાલે વિમ્બલ્ડનની અન્ય ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયન સ્ટાર યોકોવિચ સ્પેનના આગટ સામે ટકરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!