GSTV

વર્લ્ડ કપમાં ભારતની હાર પર અલગાવવાદીઓએ ફોડ્યા ફટાકડા, પાકિસ્તાનના મંત્રીઓએ કરી ઉજવણી

Last Updated on July 11, 2019 by Arohi

વર્લ્ડ કપના સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવ્યું છે. જ્યાર બાદ દેશભરમાં ક્રિકેટ સમર્થકોમાં ખૂબ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારતની હારની ઉજવણી કરતા જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓએ ફટાકડા ફોડ્યા. હુર્રિયત નેતા સૈયદ અલી ગિલાનીએ ભારતની હાર પર ઉજવણી કરતા લોકોની વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યો છે.

જાણકારી અનુસાર શ્રીનગરના નૌહાટા ચોક પર ભારતની હારની ઉજવણી કરતા અમુક લોકોએ ફટાકડા ફોડ્યા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પત્રકાર ઈસ્લામુદ્દીન સાજીદે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને ઉજવણી કરી રહેલા લોકોનો વીડિયો શેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે બુધવારે રમાયેલા વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે ભારતને 18 રનોથી હરાવ્યું છે. જ્યાર બાદ અલગાવવાદીઓ અને પાકિસ્તાન સરકારના ઘણા મંત્રીઓએ ભારતની હારની ઉજવણી કરી છે. જેકે સોશિયલ મીડિયા પર ઘણા લોકો પાકિસ્તાની મંત્રીઓ અને અલગાવવાદીઓની આ હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!