GSTV
Home » News » જાણો એનએસએ અજીત ડોભાલે જમ્મુ-કાશ્મીરના અલગ બંધારણ મામલે કરેલ ટીપ્પણી વિશે

જાણો એનએસએ અજીત ડોભાલે જમ્મુ-કાશ્મીરના અલગ બંધારણ મામલે કરેલ ટીપ્પણી વિશે

Ajit Dobhal

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણ હોવું કદાચ એક ભૂલ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સાર્વભૌમત્વના મામલે ક્યારેય કોઈ સમજૂતી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં બંધારણના અનુચ્છેદ-35એની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણીઓ ચાલી રહી છે. ત્યારે એનએસએ અજીત ડોભાલ દ્વારા જમ્મુ-કાશ્મીરના અલગ બંધારણ મામલે ટીપ્પણી ખાસી સૂચક અને ભારતના લોકોની ભાવનાઓને પ્રતિબિંબિત કરનારી પણ છે.

દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન સમારંભમાં ડોભાલે કહ્યુ હતુ કે દેશનો મજબૂત પાયો નાખવામાં સરદાર પટેલનું મહત્વનું યોગદાન હતું. ડોભાલે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી. ડોભાલે કહ્યુ છે કે સાર્વભૌમત્વને કમજોર પણ કરી શકાય નહીં અથવા તેની ખોટી વ્યાખ્યા પણ કરી શકાય નહીં. તેમણે કહ્યુ છે કે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે કદાચ તેઓ ભારતને એક મજબૂત સાર્વભૌમ દેશ તરીકે મૂકીને જવા માંગતા ન હતા.

ડોભાલે કહ્યુ હતુ કે આના સંદર્ભે સરદાર પટેલે અંગ્રેજોની યોજના કદાચ સમજી લીધી કે તેઓ કેવી રીતે દેશમાં વિભાજનના બીજ વાવવા ઈચ્છે છે. તેમણે કહ્યુ છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન માત્ર રાજ્યોના વિલિનીકરણ સુધી નહીં. પરંતુ તેનાથી ઘણું વધારે છે. મહત્વવપૂર્ણ છેકે અનુચ્છેદ-35એ હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યના કાયમી નિવાસીઓને ખાસ પ્રકારના અધિકાર અને કેટલાક વિશેષાધિકાર પણ આપવામાં આવ્યા છે. અનુચ્છેદ-35એ હેઠળ જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના સ્થાયી નિવાસીઓને વ્યાખ્યાયિત કરવાનો અધિકાર આપે છે. ભારતની આઝાદી બાદ 1954માં 14મી મેના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા એક આદેશને મંજૂરી આપીને બંધારણમાં નવો અનુચ્છેદ-35એ સામેલ કરવામાં આવ્યો હતો.

 

 

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!