GSTV

દિલ્હીમાં હવાનું પ્રદુષણ રોકવા માટે કાયદો સુધારી 5 વર્ષની સજા અને 1 કરોડનો દંડ કરવાની જોગવાઈ, એક પંચ નિયુક્ત કરાશે

કેન્દ્ર સરકારે એક પ્રદૂષણ ફેલાવવા બદલ 5 વર્ષ સુધી જેલમાં મોકલી શકાય એવો વટહુકમ બહાર પાડીને 1 કરોડ સુધીનો દંડ કરી શકાય એવો કાયદો સુધારાશે. ટૂંકમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી જશે. તે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કમિશનની નિમણૂક કરવાની વાત કરે છે. પણ ગુજરાત કે મહારાષ્ટ્ર નથી જ્યાં સૌથી વધું પ્રદુષણ છે. આ કમિશનમાં 18 સભ્યો અને અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. જે રાજ્યના મુખ્ય સચિવ અથવા ભારત સરકારના સચિવ રહેશે. સભ્યોમાં નોકરિયાત, નિષ્ણાંતો અને પર્યાવણ માટે કામ કરતાં કાર્યકરો હશે.

આ કમિશનના લોકોને પસંદ કરવા માટે એક પસંદગી પંચની રચના કરવામાં આવશે, જેમાં કેબિનેટ સચિવ સાથે અન્ય ત્રણ પ્રધાનો રહેશે. આ પસંદગી પંચના વડા પર્યાવરણ પ્રધાન રહેશે. આ પસંદગી પંચ આયોગના સભ્યોની નિમણૂક ત્રણ વર્ષ માટે કરશે. પંચ ત્રણ પેટા સમિતિની રચના કરશે. આ કમિટી કચરાને સળગાવવા, વાહનોથી પ્રદૂષણ, ધૂળથી પ્રદૂષણ સહિતની તમામ બાબતોની તપાસ કરશે. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ફેલાય છે. આ કમિશન તેનો વાર્ષિક અહેવાલ સંસદમાં સુપરત કરશે.

READ ALSO

Related posts

બેન્ક બેલેન્સ ચેક કરવું બન્યું વધુ સરળ! હવે આધાર કાર્ડથી ઘર બેઠા જાણી શકશે, આ રીતે કરો ચેક

Ankita Trada

નોકરીયાત માટે ખુશખબરી! બદલવા જઈ રહ્યા છે શિફ્ટ સાથે જોડાયેલા આ નિયમ, જાણો તમને શું થશે ફાયદો

Ankita Trada

કામના સમાચાર/ સોનુ લેવાનો વિચાર હોય તો હમણા રોકાઇ જાવ, નવા વર્ષે 5,000 રૂપિયા સુધી થઇ જશે સસ્તુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!