GSTV

સાવધાની/ 3.25 લાખ ભારતીયોનો ડેટા ડાર્ક વેબમાં વેચવા કઢાયો, જો તમારો પણ હશે તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

ભારતની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ-વોલેટ બાય યુ કોઈન હેક થઈ જતાં દેશના ૩.૨૫ લાખ યુઝર્સનો સંવેદનશીલ ડેટા લીક થયો હોવાનો દાવો કરાયો છે. એક ખાનગી સાઈબર સુરક્ષા રીસર્ચ એજન્સીના કહેવા પ્રમાણે ભારતના નાગરિકોની વિગતો ડાર્ક વેબમાં વેંચવા કાઢવામાં આવી છે.

હેકિંગ ડેટા લીક

સાઈબર સુરક્ષા એજન્સીના દાવા પ્રમાણે ઈન્ડિયન બેઝ્ડ ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્ડ એન્ડ વોલેટ વાય યુ કોઈન હેક થઈ જતાં ૩ લાખ પચીસ હજાર યુઝર્સનો ડેટા લીક થઈ ગયો છે. આ ડેટામાં કેવાયસીનો પણ સમાવેશ થાય છે. એટલે કે પાનકાર્ડ, પાસપોર્ટ, બેંક ડિટેઈલ, યુઝરની વોલેટ ડિટેલ અને ડિપોઝીટની હિસ્ટ્રીનો રેકોર્ડ હેકર્સ પાસે પહોંચી ગયો છે અને આ રેકોર્ડ ડાર્ક વેબમાં વેંચવા કઢાયો છે.

એજન્સીના દાવા પ્રમાણે યુઝર્સના ડેટાની છ જીબીની ફાઈલ ડાર્ક વેબમાં વેંચવા કાઢવામાં આવી છે અને તેની ત્રણ બેકઅપ ફાઈલ પણ સાથે જોડવામાં આવી છે. આ ડેટાના આધારે યુઝર્સને ઈમેઈલ કે મેસેજ મોકલીને છેતરપિંડી થઈ શકે છે. જોકે, બાય યુ કોઈને આ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું.

હેકિંગની આવી જ બીજી ઘટના પિક્સલર સાથે થઈ હતી. ફ્રી ફોટો એડિટર એપ પિક્સલરમાંથી હેકર્સે દુનિયાના ૧૯ લાખ યુઝર્સના નંબર,. નામ, ઈમેઈલ આઈડી, એડ્રેસ જેવો ડેટા તફડાવી લીધો છે. હેકર્સે આ ડેટા ડાર્ક વેબના હેકિંગ ફોરમમાં ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યો હોવાનો દાવો રીપોર્ટમાં થયો હતો. બ્લીપિંગ કમ્પ્યુટર્સના અહેવાલ પ્રમાણે શિંકીહંટર્સ નામના હેકર્સના ગુ્રપે આ કારસ્તાન કર્યું હતું. એજન્સીએ પિક્સલરના યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલી નાખવાની સલાહ આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan

આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!