GSTV
Finance Trending

માર્કેટ મોજમાં / શેરબજારમાં 8 દિવસ બાદ લીલા નિશાને બંધ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો

અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરમાં મોટું ગાબડું પડી ગયું છે જેના પગલે ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો કડાકો બોલી ગયો છે જેના પગલે અદાણી વિશ્વના સૌથી ધનિક અબજોપતિની યાદીની ટોપ-30માંથી આઉટ થઈ ગયા છે. બીજી તરફ ભારતીય શેર બજારમાં પણ તેની અસર જોવા મળી હતી પરિણામે છેલ્લા આઠ દિવસોથી માર્કેટ લાલ નિશાને બંધ થતું પરંતુ આજે બુધવારે માર્કેટમાં તેજી જોવા મળી છે જેના પગલે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી છે.

આજે બુધવારે શેરબજારમાં આઠ દિવસ બાદ લીલા નિશાને બંધ થયું છે. 448 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 59411 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં 146 પોઈન્ટ વધીને 17,450 પર બંધ થઈ હતી. સેન્સેક્સ 60000ની સપાટી પાર કરવામાં એક વેંત દૂર છે.

ટાટા સ્ટીલ સહિતના આ શેરો લીલા નિશાને થયા બંધ

શેરબજારમાં આજે ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એસબીઆઈ, એલ એન્ડ ટી, ટાટા મોટર્સ, મારુતિ, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક , ટાઈટન, એશિયન પેઈન્ટસ, કોટક બેંક, એચડીએફસી, ઈન્ફોસિસ, ભારતી એરટેલ તેજી સાથે બંધ થયા છે.

READ ALSO

Related posts

આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક

Vushank Shukla

પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા

Siddhi Sheth

PNBમાં નોકરી કરવાની તક, સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે 240 વેકેન્સી બહાર પડી

Drashti Joshi
GSTV