GSTV

શેરબજારમાં અાજે પણ કડાકો, સેન્સેક્સે 35Kની સપાટી ગુમાવી

Last Updated on October 5, 2018 by Karan

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેકસ 177 અંકોના કડાકા સાથે 34,991ના લેવલે અને નિફટી 50 સૂચકઆંક 96 પોઈન્ટ ડાઉન 10,502ના સ્તરે ટ્રેડ કરી રહ્યાં છે. સ્મોલકેપ-મિડકેપ આજે પણ સામાન્ય ઘટાડો જ જોવા મળી રહ્યો છે. બીએસઈ ખાતે ઉપરોક્ત બંને ઈન્ડેકસ અનુક્રમે 0.72% અને 0.27% ડાઉન છે. શરૂઆતી સેશનમાં એડવાન્સ-ડિકલાઈન રેશિયો પણ ન્યુટ્રલ છે. 872 વધનારા શેરની સામે 956 શેર ઘટ્યાં છે અને 74 શેરમાં કોઈ ફેરફાર નથી. રિલાયન્સ, ONGC અને આઈટીસી જેવા દિગ્ગજ બજારને નીચે ધકેલી રહ્યાં છે. સામે પક્ષે આઈટી શેરોમાં આજે શાનદાર રિકવરી છે અને TCS, ઈન્ફોસિસ ટોપ ગેનર છે.

ખાનગી બેંકો પણ સામાન્ય રિકવરીના સંકેત આપી રહી છે. ખાનગી બેંકોની લેવાલીને પગલે બેંક નિફટી નીચલા લેવલેથી 150થી વધુ અંક સુધર્યો છે અને હાલ માત્ર 4 અંકોના સામાન્ય ઘટાડા સાથે 24,812ના સ્તરે વેપાર કરી રહ્યો છે. સરકારી બેંકોના ઈન્ડેકસમાં આજે પણ 1%નો ઘટાડો છે.

મોર્નિંગ હાઈલાઈટ્સ

  • ક્રૂડમાં આજે સામાન્ય તેજીનો માહોલ, સોનું પણ સુધર્યું
  • રૂપિયો ડોલરની સામે 5 પૈસા મજબૂત
  • ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસમાં 10%નો કડકો કારોબારમાં હસ્તક્ષેપ બાદ IOC, BPCL, ONGC, HPCL 10થી 30% તૂટ્યાં
  • મેટલ ઈન્ડેકસમાં પણ 2%નો કડાકો FMCG 1.70%, એનર્જી ઈન્ડેકસ 5% ડાઉન આઈટી, ટેલિકોમ, ફાર્મા અને કન્ઝયુમર ડ્યુરેબલમાં અડધાથી દોઢ ટકાની તેજી
  • હાલોલ પ્લાન્ટને ક્લિનચીટ મળવાની સંભાવનાએ સન ફાર્મા 2.50% અપ રિલાયન્સ આજે પણ 2.50% ડાઉન, રૂપિયા 1,100ની સપાટી ગુમાવી છે.

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!