ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસની તેજી બાદ આજે ફરી વેચલાવી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ થયા હતા. રોકાણકારોની બે દિવસની ખુશી આજે ગાયબ થઈ ગઈ હતી.

સેન્સેક્સમાં 709 પોઈન્ટ ગગડ્યો
બુધવારના કારોબાર બાદ સેન્સેક્સ 709.54 પોઈન્ટ્સ એટલે કે, 1.35 ટકા ઘટીને 51,822.53 ના સ્તરે બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 225.50 પોઈન્ટ્સ અથવા 1.44 ટકા ઘટીને 15,413.30 પર બંધ થયો હતો.
28 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા
આજના ટ્રેડિંગ પછી સેન્સેક્સની ટોપ-30માંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજે ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કંપનીના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો છે. વિપ્રો, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, આઇટીસી, ભારતી એરટેલ, એનટીપીસી, એમએન્ડએમ, એક્સિસ બેંક, એલટી, આઇસીઆઇસીઆઇ બેંક, નેસ્લે ઇન્ડિયા, એચડીએફસી, સન ફાર્મા, ઇન્ફોસીસ, એસબીઆઇ, અલ્ટ્રા કેમિકલ, એચડીએફસી બેંક, કોટક બેંક, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, ડો રેડ્ડી અને મારુતિના શેર પર પણ વેચવાલી જોવા મળી હતી.
READ ALSO
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં
- IMFની ચેતવણી / આગામી વર્ષે વિશ્વમાં મહામંદીની આશંકા, ટળ્યો નથી ખતરો
- બ્રિટનના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ટોચ પર, શું રચાશે નવો ઇતિહાસ?