GSTV

શેરબજારમાં મોટો કડાકો, થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

સપ્તાહનાં પહેલાં કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં જીવલેણ કોરોનાં વાયરસ ફેલાવાના સમાચારોને કારણે દુનિયાભરનાં બજારોમાં ઘટાડો આવ્યો છે. ત્યારે ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ 807 પોઈન્ટનાં ઘટાડા સાથે 40,363 પર બંધ રહ્યો હતો. તો NSE ઈન્ડેક્સ 251 પોઈન્ટનાં ઘટાડા સાથે 11,829 પર બંધ રહ્યો હતો. આ ઘટાડામાં રોકાણકારોનાં થોડાક જ કલાકોમાં 3.17 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.

આ કારણે માર્કેટમાં આવ્યો કડાકો

શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ જીવલેણ કોરોના વાયરસ છે. ચીન બાદ હવે એશિયાની મોટી અર્થવ્યવસ્થા દક્ષિણ કોરિયામાં કોરોનાં વાયરસ ફેલાવવાની ખબર આવી રહી છે. ત્યારે બિઝનેસ એક્ટિવિટી ઘટવાની ચિંતાએ બજારમાં દબાણ બનાવ્યુ છે.

શેરબજારમાં રોકાણકારો અસુરક્ષિત લાગી રહ્યા છે. રોકાણકારો અહીંથી પૈસા નીકાળીને સોના અને ડોલરમાં રોકાણ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઘણા દેશોમાં ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે. જેને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણને પસંદ કરી રહ્યા છે. સ્થાનિક બજારોમાં સોનું 0.80 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યુ છે.

શેરબજારમાં મોટો ઘટાડો

મેટલ કંપનીઓના શેરમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના ફાટી નીકળતાં રોકાણકારો પણ નિરાશ થયા છે. હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, સેઇલ, જિંદાલ સ્ટીલનાં શેરમાં ઘટાડો નોંધાયો છે. દિવસના કારોબાર દરમિયાન નિફ્ટીના તમામ 50 શેરો અને સેન્સેક્સના તમામ 30 શેરો વેચાયા હતા. જ્યારે, બેંક નિફ્ટીના તમામ 12 શેરોમાં ઘટાડો હાવી છે. BSE અને NSEના તમામ સેક્ટરો ઘટાડા સાથે બંધ થયા છે. મોટા શેરોની સાથે, મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ તૂટીને બંધ થયા છે.

દિવસના ટ્રેડિંગમાં મેટલ ઇન્ડેક્સમાં 4.5 વર્ષનો મોટો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીનો મેટલ ઇન્ડેક્સ 5.36 ટકા ઘટીને બંધ થઈ ગયું છે, જ્યારે ઓટો ઈન્ડેક્સ 3.51 ટકાના ઘટાડા સાથે 4 મહિનાના તળિયે બંધ રહ્યો છે. અહીં, બેંકિંગ સેક્ટરમાં પણ ઘટાડો નોંધાયો છે. બેંક નિફ્ટી  1.52 ટકા તૂટીને 30471 ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયુ બેંક ઈન્ડેક્સ 2.78 ટકા નીચે અને ખાનગી બેંક ઈન્ડેક્સ 1.51 ટકા તૂટ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 2.16 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 3.09 ટકા, મીડિયા ઇન્ડેક્સ 2.07 ટકા, આઇટી ઈન્ડેક્સ 1.18 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 1.56 ટકા અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ 1.73 ટકા તૂટીને બંધ રહ્યા છે.

READ ALSO

Related posts

Video:17 વર્ષ બાદ એક્તા કપૂરે હાથમાંથી ઉતારી દીધી વીંટીઓ, મજબૂરી જાણીને સ્ટાર્સ પણ રહી ગયાં દંગ

Bansari

લોકડાઉન : દેશનું અર્થતંત્ર ખોરવાતા બેરોજગારીના દરમાં નોંધપાત્ર થયો વધારો

Nilesh Jethva

આ દેશના સ્વાસ્થ્ય મંત્રી લોકડાઉન તોડીને પરિવાર સાથે ફરવા નીકળ્યા, પીએમએ છીનવી લીધુ પદGujarati news, live Gujarati news, Gujarat Samachar, Online News Gujarati Live, News in Gujarati, Gujarati News Live, Breaking News Gujarati, Latest News in Gujarati,

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!