GSTV

શેરબજારમાં જબરદસ્ત ઉછાળો / સેન્સેક્સ 61 હજાર તો નિફ્ટી 18,200ને પાર, જાણો બજારનો કેવો છે મિજાજ

sensex-share-market

Last Updated on October 14, 2021 by Dhruv Brahmbhatt

આજે સપ્તાહના અંતિમ વ્યવસાયિક દિન એટલે કે આજ રોજ ગુરૂવારના રોજ છેલ્લાં દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી છે. એટલે કે સેન્સેક્સ આજે ખૂલતાંની સાથે જ 388.11 અંક અથવા 0.64 ટકાની તેજી સાથે 61 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો છે. સેન્સેક્સ 341 અંક વધીને 61,078 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 106 અંક વધીને 18,267 પર કારોબાર કરી રહ્યો છે.

sensex

આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 117.70 અંકોના વધારા સાથે 18279.50 ના સ્તર પર ખુલી હતી. આજે 1503 શેરોમાં તેજી આવી, 450 શેરોમાં ઘટાડો આવ્યો અને 86 શેરોમાં કોઇ જ ફેરફાર નથી થયો. ગયા સપ્તાહે બીએસઇના 30 શેરોવાળું સેન્સેક્સ 1,293.48 અંક અથવા 2.20 ટકાના લાભમાં રહ્યું હતું. બુધવારના રોજ પણ સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ સ્તર પર ખુલ્યાં હતાં.

દિગ્ગજ શેરોની હાલત

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે પ્રારંભિક બિઝનેસ દરમિયાન ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, કોટક બેન્ક, એલ એન્ડ ટી, ICICI બેંક, NTPC, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, HCL ટેક, રિલાયન્સ, ITC, HDFC બેંક, ભારતી એરટેલ, TCS, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ડૉક્ટર રેડ્ડી, સન ફાર્મા, SBI, મારુતિ, ટાઇટન, નેસ્લે ઈન્ડિયા, ટાટા સ્ટીલ, હિંદુસ્તાન યુનિલિવર અને ઇન્ફોસીસના શેર લીલા ચિહ્નો પર ખુલ્યાં. પાવર ગ્રિડ, બજાજ ફાઇનાન્સ અને લાલ નિશાન પર HDFC શેર લાલ નિશાન પર ખુલ્યાં.

ઈન્ફોસિસ, લાર્સન અને SBI ના શેર વધ્યાં

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, લાર્સન, SBI, ટેક મહિન્દ્રા, HDFC બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધી 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધી 1781.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક 0.78 ટકા ઘટી 1255.80 પર કારોબાર કરી રહ્યો છે. TCS 0.46 ટકા ઘટી 3639.15 પર કારોબાર કરી રહ્યો છે.

share market

પ્રી ઓપન દરમ્યાન શેર માર્કેટની હાલત કંઇક આવી હતી

પ્રી ઓપન દરમ્યાન સવારના 9:02 વાગ્યે સેન્સેક્સ 176.03 અંક (0.29 ટકા) ઉપર 60913.08 ના સ્તર પર હતો. આ સાથે નિફ્ટી 118.50 અંક (0.65 ટકા) ઉપર 18280.30 પર હતી.

ક્રૂડ 83 ડોલરને પાર

બ્રેન્ટ ક્રૂડના ભાવ 83 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગ્લોબલ સપ્લાઈ સાઈડની ચિંતાને કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. US માં પણ હાલ ઈન્વેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘુ થઈ ગયું છે.

READ ALSO :

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!