શેર બજારમાx ગુરૂવારે સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો અને મુખ્ય સૂચકંક સેન્સેક્સન સેવારે 34 અંકન ઘટાડા સાથે શરૂઆત થઈ હતી ત્યાર બાદ બપોરે 12 વાગ્યા બાદ સેન્સેક્સમાં 12 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ 20 અંકના ઘટાડા સાથે 33, 021.80ની સપાટીએ વેપાર કરી રહ્યો છે તથા નિફ્ટી 9 અંકના સામાન્ય વધારા સાથે 10, 305.00ન સપાટી સાથે લીલા નિશાનમાં વેપાર કરી રહ્યો છે.
તો એશિયન બજારોમાં પણ સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. મિટ કેપ તથા સ્મોલ કેપ શેરમાં પણ સુસ્તી જોવા મળીરહી હતી. મિડકેપ ઇન્ડેક્સ સપાટ વેપાર કરી રહ્યો હતો. જોકે નિફ્ટી મિડકેપમાં 0.3 ટકાનો વધારો નોંધાયો હતો.

પીએસયૂ બેંકમાં આજે પણ ખરીદી જોવા મળી રહી છે. જ્યારે એફએમસીજી, આઇટી તથા ઓટો અને પાવર શેર દબાણમાં નજરે આવી રહ્યા છે.