વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના ભણકારા કે વધી રહેલા વ્યાજ દર તેમજ વધતી મોંઘવારીના પગલે ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલી જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે શેરમાર્કેટમાં દિવાળી પહેલા શાનદાર તેજી જોવા મળી છે જેના પગલે રોકાણકારોના ચહેરા પર ફરી રોનક આવી છે.

સેન્સેક્સમાં મોટો ઉછાળો
આજે સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો પરિણામે માર્કેટ બંધ થતા 1276 પોઈન્ટ સાથે 58,065.47 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 386.95 પોઈન્ટ સાથે 17,274.30 ના સ્તર પર બંધ થયો હતો.
રોકાણકારોને 5 લાખ કરોડનો ફાયદો
બજારમાં તેજીના કારણે રોકાણકારોને લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 5 લાખ કરોડ વધીને રૂ. 272.93 લાખ કરોડ થયું છે. વ્યાપક બજારોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 પણ 1% થી વધુ વધ્યા છે.
ઇન્ડસઇન્ડ બેંક અને અદાણી પોર્ટ્સ ટોપ ગેઇનર્સ
ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, ટીસીએસ, યુપીએલ, હીરો મોટોકોર્પ, બજાજ ફિનસર્વ અને જેએસડબ્લ્યુ સ્ટીલ સહિત 48 શેરો ટોપ ગેનર રહ્યા હતા. બીજી તરફ, ડૉ. રેડ્ડી અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા હતા.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી