GSTV

સેન્સેક્સ અને નિફ્ટી નવી સપાટી પર, ભારતીય શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપતિમાં વધારો

Last Updated on December 31, 2020 by pratik shah

દેશના શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીના પગલે ભારતીય શેરબજારોમાં વિક્રમી તેજી જારી રહી હતી. આ તેજી જારી રહેતાં વર્ષના અંત પૂર્વે સેન્સેક્સ અને નિફ્ટીએ નવા વિક્રમની રચના કરી હતી. મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોચે પહોંચ્યા બાદ બે તરફી વધઘટ વચ્ચે સેન્સેક્સ ઇન્ટ્રા ડે ૪૭૮૦૭નો નવો ઇતિહાસ રચી કામકાજના અંતે ૧૩૩.૧૪ પોઇન્ટ વધી ૪૭૭૪૬.૨૨ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

શેરબજારોમાં વિક્રમી તેજી જારી

સેન્સેક્સ ઇન્ટ્રા ડે ૪૭૮૦૭નો નવો ઇતિહાસ રચી કામકાજના અંતે ૧૩૩.૧૪ પોઇન્ટ વધી ૪૭૭૪૬.૨૨ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો

એન.એસ.ઇ. ખાતે પણ નિફ્ટી વોલેટાલિટી વચ્ચે ઇન્ટ્રા ડે વધીને ૧૩૯૯૭નો નવો ઇતિહાસ રચીને કામકાજના અંતે ૪૯.૩૫ પોઇન્ટ વધીને ૧૩૯૮૧.૯૫ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આજે વધુ રૂા. ૧૮૨૪ કરોડની ખરીદી કરી હતી. રોકાણકારોની સંપત્તિ પણ વધીને આજે રૂા. ૧૮૭.૯૮ લાખ કરોડ પહોંચ્યું હતું.

READ ALSO

Related posts

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!