GSTV

SENSEX એ તોડયો ચાર મહિનાનો રેકોર્ડ, રોકાણકારો થયા માલામાલ

Last Updated on January 20, 2021 by Mansi Patel

સતત બે કારોબારી સત્રમાં સત ઘટાડાનો સિલસિલો આજે થોભી ગયો છે. સેંસેકસમાં આજે 834 અંકોના ભારે ઉછાળો નોંધાયો છે. જે ગત વર્ષના 4 મહિનાઓથી વધારે છે. આજે સેંસેકસ 49398ના સ્તર પર અને નિફ્ટી 240 અંક પર તેજી સાથે 14521ના સ્તર પર બંધ થયો. શેર બજારમાં આવેલી આ તેજીના કારણે રોકાણકારો 3.4 લાખ કરોડથી માલામાલ થઈ ગયા છે. BSE ઈંડેકસની 30માંથી 27 કંપનીઓ આજે લીલા નિશાન સાથે બંઘ થઈ. બજાજ ફાયનાન્શિયલ સર્વિસિઝ અને બજાજ ફાઈનાન્સના શેરમાં સૌથી વધારે તેજી નોંધાઈ. તેના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો. ત્યાં જ ટેક મહિન્દ્રા, ITC મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ટોપ લૂઝર્સ છે. ટેક મહિન્દ્રામાં વધુ 0.54 ટકાનો ઘટાડો નોંધાયો છે.

રિયલ્ટીએ દેખાડ્યો દમ

સેકટરના હિશાબે રિયલ્ટી અને PSU સેકટરમાં ઘણો વધારો નોંધાયો છે. રિયલ્ટી ઈંડેકસમાં ઈન્ડિયાબુલ્સે રેલીને તેજ કરી છે. તેના શેરમા આજે લગભગ 7 ટકાનો વધારો નોંધાયો છે. ત્રીજા કવાર્ટરમાં કંપનીએ નેટ પ્રોફિટમાં 64 ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સની મદદથી ઑટો સ્ટોકમાં પણ તેજી દેખાઈ રહી છે. આજે BSE પર ટાટા મોટર્સ, રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને બજાજ ફાઈનાન્સ મોસ્ટ એક્ટિવ સ્ટોક રહ્યા.

READ ALSO

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!