GSTV
Finance Trending

શેર બજાર / અદાણી ગ્રુપના શેરોમાં તેજી છતાં માર્કેટ લાલ નિશાને બંધ, સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો

એક બાજુ અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરોનો કચ્ચરઘાણ નિકળ્યો ગયો છે જેના પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો કડાકો બોલી ગયો છે જોકે, આજે શેરબજારમાં અદાણીના શાનદાર તેજી જોવા મળી હતી તેમ છતાં ભારતીય માર્કેટ સતત આઠમાં દિવસે લાલ નિશાને બંધ થયું છે જેના પગલે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મંગળવારે સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે જેના પગલે સેન્સેક્સ 59,000ની અંદર સરકી ગયો છે જ્યારે નિફ્ટીમાં સામાન્ય પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે બજાર બંધ થયા ત્યાં સુધીમાં 326 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 58,962 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી 89 પોઈન્ટના ઘટાડા સાથે 17,303 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી બેન્કિંગ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો લાલ નિશાને બંધ થયા છે જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા જેવા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી.

રોકાણકારોને નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 257.80 લાખ કરોડ થઈ ગયું છે જે સોમવારે રૂ. 258 લાખ કરોડ હતું. એટલે કે, આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે.

READ ALSO

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન

Drashti Joshi

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે

Drashti Joshi
GSTV