GSTV

સેન્સેક્સમાં કડાકોઃ એક સામાન્ય નિર્ણયના કારણે આ બેંકના રોકાણકારોને આવ્યો રડવાનો વારો

yes bank

Last Updated on September 21, 2018 by Karan

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો એક આદેશ યસ બેંક માટે અપશુકનિયાળ બન્યો છે. મધ્યસ્થ બેંકે યસ બેંકના સીઈઓનો કાર્યકાળ ઘટાડીને માત્ર ચાર મહિના કરતા બેંક માટે મોટો સેટ-બેક આવ્યો છે. રાણા કપૂર 31મી જાન્યુઆરી, 2019 સુધી જ તેમના પાસે રહી શકશે તેવો આદેશ આપતા યસ બેંકના શેરમાં શુક્રવારના સેશનમાં ભારે ઘટાડા સાથે શરૂઆત થઈ હતી અને શેર ઈન્ટ્રાડેમાં જ રૂ. 210.10ના લેવલ સુધી તૂટ્યો હતો. રૂ. 210નું લેવલ જુન, 2016 બાદ પ્રથમ વખત આજે શેરમાં જોવા મળ્યું હતુ. સપ્તાહના અંતિમ સત્રમાં 34% સુધીના મસમોટા કડાકાને પગલે રોકાણકારોએ તેમની સંપત્તિના એક તૃતાંશ પૈસા એકમાત્ર સેશનમાં જ ગુમાવ્યાં છે. બુધવારના બંધ ભાવે બેંકની માર્કેટ કેપિટલ 73,000 કરોડની આસપાસ હતી, જે આજે ઘટીને 48,000 કરોડના લેવલે પહોંચી હતી. આજે જોવા મળેલો 34%નો કડાકો શેરના ઈતિહાસનો એટલેકે લિસ્ટિંગ બાદનો સૌથી મોટો દૈનિક ઘટાડો છે.

શું છે સમગ્ર ઘટના ?

2005માં યસ બેંકની સ્થાપના બાદ બેંકના સીઈઓ અને એમડી પદ સંભાળતા રાણા કપૂરને શેરધારકોએ જુન માસમાં વધુ ત્રણ વર્ષ બેંકના એમડી અને સીઈઓ પર માટે નિયુકત કર્યા હતા. જોકે આ અંગે અંતિમ નિર્ણય રીઝર્વ બેંકે લેવાનો હોય છે. કપૂરનો જુનો કાર્યકાળ 31મી ઓગષ્ટના રોજ પુરો થઈ રહ્યો હતો અને રીઝર્વ બેંકે ડેડલાઈન પૂર્વે જ 30મી તારીખે 3 વર્ષ કાર્યકાળ વધારવાની અરજી અન્વયે રાણા કપૂરની પુન: નિમણૂકને મંજૂરી તો આપી હતી પરંતુ, કાર્યકાળ અંગે સ્પષ્ટતા નહોતી કરી. રીઝર્વ બેંકના આ બે ધારી તલવાર જેવા પગલાંએ રોકાણકારોને ચેતવ્યાં તો હતા પરંતુ, બુધવારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતા આજે યસ બેંકનો શેર ભારે નુકશાન સહન કરી રહ્યો છે.

કપૂરની અેક્ઝિટનો યસ બેન્કને પડ્યું સૌથી મોટુ નુક્સાન

કપૂરે 2002માં યસ બેન્કની સહ સ્થાપના કરી હતી અને ત્યારથી તેઓ સીઈઓ છે, તેમને 31 જાન્યુઆરી 2019થી હોદ્દો છોડવો પડશે. બેન્કનુ  બોર્ડ ભાવિ પગલા નક્કિ કરવા 25 સપ્ટેમ્બરે બેઠક યોજશે.  સિનિયર ગ્રુપ પ્રેસિડન્ટ રજત મોન્ગા તેમનુ સથાન લે તેવી ધારણા છે, એમ મોટા ભાગના બ્રોકરેજ હાઉસે જણાવ્યુ હતુ, પરંતુ તેમની નિંમણુક માટે નિયમનકારની મંજૂરી જરૂરી છે. સિટી રિસર્ચે જણાવ્યુ હતુ કે  જો રિઝર્વ બેન્ક બહારના ઉમેદવાર પર ભાર મુકે તો યોગ્યઉમેદવાર શોધવાનો સમય ટૂંકો પાડી શકે છે.

આ ગતિવિધિ બાદ IDFC સિક્યોરિટીઝે યસ બેન્કના શેરના રેટિંગને ન્યુટ્રલથી ઘટાડીને અંડરપફોર્મર કર્યુ હતુ. તેણે શેરના ટાર્ગેટ ભાવને રૂ.350 થી ઘટાડીને રૂ.230 કર્યો હતો. આ બ્રોકરેજ હાઉસે જણાવ્યુ હતુ કે રાણા કપૂરની મુદતમાં ઘટાડો યસ બેન્ક માટે બિગ નેગેટિવ છે. તેમની ગેરહાજરીથી લોન અને ફ્રી ગ્રોથ ધીમો પડશે. તેનાથી હાઈ નેટવત્થ ડિપોઝિટ મેળવવાની ક્ષમતાને પણ અસર થઈ શકે છે. સિટી રિસર્ચે યસ બેન્કના શેરના ટાર્ગેટ ભાવને રૂ.440 થી ઘ્ટાડીને 270 કર્યા છે. તેણે જણાવ્યુ છે કે રાણા કપ્પ્રને કારણે શેરને પ્રીમિયમ વેલ્યુએશન મળતુ હતુ. બેન્કે મૂડી એકત્રીકરણની યોજનાને મોકૂફ રાખવી પડે તેવી ધારણા છે. તેમાં વિલંબથી વૃધ્ધિને અસર થશે. ચાર મહિનાનો સમયગાળો યોગ્ય બાહ્ય ઉમેદવાર શોધવા માટે ટૂંકો પડી શકે છે. એડલવાઈઝે યસ બેન્કના બાય રેટિંગને જાળવી રાખ્યુ છે, પરંતુ શેરના ટાર્ગેટ ભાવને રૂ.453 થી ઘટાડીને રૂ.375 કર્યો છે.

Related posts

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah

ભડકો/ શરદ પવાર રમી રહ્યાં છે રાજકારણ, પીએમ મોદી બાદ હવે અમિત શાહ સાથે કરી ટોપલેવલની બેઠક

pratik shah

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!