GSTV

શેર બજાર માટે આજનો દિવસ રહ્યો ઐતિહાસિક, રેકોર્ડ 45,000ના સ્તરે થયો બંધ

શેર બજાર માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. સેંસેક્સે આજના દિવસમાં 45 હજારના સ્તરને પાર કરી લીધુ છે. સાથએ જ સેંસેક્સ આ જ સ્તરે બંધ થયુ હતું. કંઈક આવુ જ નિફ્ટીમાં પણ રહ્યુ હતું. શેર બજારમાં આવેલી આ તેજી પાછળ મુખ્ય કારણ આરબીઆઈ એમપીસીમાં નીતિગત દરને યથાવત રાખવા અને તેનાથી જોડાયેલી વસ્તુ ઈકોનોમીના હિસાબે જીડીપી દરનું અનુમાન પોઝિટીવ નોટમાં લગાવાનું રહ્યુ છે. ત્યાર બાદ કોવિડ વેક્સીનને લઈને આવી રહેલી અપડેટના કારણે એરલાઈન અને ટ્રાવેલ શેરોમાં જ જબરદસ્ત તેજી જોવા મળી હતી. જેના કારણ શેર બજાર રેકોર્ડ સ્તરે બંધ થયો હતો.

સેંસેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ રહ્યો


શેર બજારમાં આજે જબરદસ્ત રોનક જોવા મળી હતી. ખાસ કરીને સેંસેક્સ માટે આજનો દિવસ મોટો સાબિત થયો હતો અને 45 હજારના સ્તરે બંધ થયો હતો. બોંમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય સૂચકાંક સેંસેક્સ 446.90 અકની તેજી સાથે 45079.55 અકો પર બંધ થયો હતો. તો વળી આ સત્ર દરમિયાન સેંસેક્સ 45,148.28 અંક સાથે ઓલ ટાઈમ હાઈક પર પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 50124.65 અંક સાથે તેજી 13258.55 અંકો પર બંધ થયો હતો. જ્યારે આ સત્ર દરમિયાન 13,280.08 અંક સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

READ ALSO

Related posts

ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન

Sejal Vibhani

ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી

pratik shah

પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!