GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક ઉંચાઈ પર, સેંસેક્સ પ્રથમ વખત 41,800 પર થયો બંધ

ભારતીય શેરબજારો માટે સોમવારનો દિવસ અત્યંત સારો રહ્યો હતો. સકારાત્મક સ્થાનિક, વૈશ્વિક રિઝલ્ટ અને ઈન્ફોસિસમાં ભારે લેવાલની વચ્ચે અત્યંત તેજી જોવા મળી હતી. જ્યારે તેની સકારાત્મક અસર શેરબજારનાં સેંસેક્સ અને નિફટી નવા ઉચ્ચસ્તરીય સ્તર પર બંધ રહ્યો હતો. BSE સેંસેક્સ 259.97ની તેજી સાથે 41,859.69 અને નેશનલ સ્ટોક એક્સેન્જ (એનએસઈ)નો નિફ્ટી 72.75નાં આંકડા પર તેજી સાથે 12,329.55ની વિક્રમ સપાટી પર બંધ થયો હતો. છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીમાં ઉછાળો આવવાની સાથે સાથે હવે સેંસેક્સમાં પણ ઉછાળો આવ્યો છે.

સેન્સેક્સ અગાઉ 20 ડિસેમ્બરે 41,681.54 ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. તે જ દિવસે, સેન્સેક્સે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં રેકોર્ડ અપર લેવલ 41,809.96 બનાવ્યો. નિફ્ટી 2 જાન્યુઆરીએ રેકોર્ડ 12,282.95 પર બંધ રહ્યો હતો. શુક્રવારે 10 જાન્યુઆરીએ, નિફ્ટીએ 12,311.20 ની નવી ઉંચાઇ નક્કી કરી.

ઉલ્લેખનીય છે કે વ્યવસાયિકોનાં મત મુજબ ઈન્ફોસિસનું સતત સારાં રિઝલ્ટની સાથે સાથે ત્રણ મહિનાનાં નતીજાની મૌસમની શરૂાત અને અત્યંત સારા આર્થિક આંકડાઓનાં કારણે બઝારમાં તેજી જોવા મળી હતી. પરંતુ શુક્રવારનાં આંકડા મુજબ સતત ત્રણ મહિનાની પછડાટ પછી નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.8 ટકા વધ્યો છે. આ અઠવાડિયામાં અમેરિકા અને ચીન પહેલા ચરણમાં વ્યાપારિક સમજીતી કરી શકે છે. આ કારણે પણ બજારમાં તેજીનું બળ મળ્યું છે.

સેંસેન્કસમાં ઈન્ફોસિસ રહ્યું ટોપ ગેનર

સેંસેક્સમાં ઈન્ફોસિસમાં સર્વાધિક 4.76 ટકાની તેજી રહી હતી. કંપનીએ શુક્રવારે જણાવ્યું કે ડિસેમ્બરનાં છેલ્લા ક્વાર્ટરમાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 23.7 ટકા વધીને રૂ. 4,466 કરોડ થયો છે. ઇન્ડસઇન્ડ બેન્ક ત્રણ ટકાથી વધુ, ભારતી એરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવર બે ટકાથી વધુ વધ્યા છે. ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, ઓએનજીસી અને એચસીએલ ટેક્નોલોજીસ પણ એક ટકાનો ઉછાળો નોંધાવશે. બીજી તરફ ટીસીએસમાં સૌથી વધુ 1.03 ટકાનો ઘટાડો નોંધાયો છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!