ભારતીય શેરબજારમાં સતત પાંચમાં અને અંતિમ દિવસે બજારમાં ગિરાવટ જોવા મળી છે. આજે બજાર બંધ થવાના સમય સુધીમાં સેન્સેક્સમાં 142 પોઈન્ટનું ગાબડું પડ્યું છે જ્યારે નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ સેશનમાં સેન્સેક્સમાં 1700થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે જેના પગલે રોકાણકારાનો કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. ભારતીય શેરબજારના અંતિમ દિવસે શુક્રવારે 142 પોઈન્ટનો ઘટાડો થતા સેન્સેક્સ 59,463 આંક પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં પણ સામાન્ય ઘટાડા સાથે 17,465 પોઈન્ટ પર બંધ થયો છે.

આ શેરોમાં લીલા નિશાને થયા બંધ
આજના ટ્રેડિંગ સેશનમાં ફાર્મા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા હતા જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, રિયલ એસ્ટેટ સેક્ટરના શેર લાલ નિશાને બંધ થયા હતા.
રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોનો કરોડા રૂપિયાનું ધોવાણ થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 260 લાખ કરોડ થયું છે જે ગુરુવારે રૂ. 260.88 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોને રૂ. 88,000 કરોડનું નુકસાન થયું છે. રોકાણકારોને આ સપ્તાહે માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં રૂ. 7 લાખ કરોડનું નુકસાન થયું છે.
READ ALSO
- wrestlers-protest: કુશ્તીબાજોને મોટો આંચકો, પહેલવાન સાક્ષી મલિક બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનમાંથી અલગ થઈઃ રેલવેમાં જોબ પર થઈ ગઈ હાજર
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો
- આ 3 છોડને સૂકવવાથી ધનની હાનિ થાય છે, સુખ-શાંતિનો નાશ થાય છે
- Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે
- શરીરના આ ભાગો પર ગરોળી પડવી ખૂબ જ શુભ અને ફળદાયી