વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારના બે મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ આજે નવી ઓલટાઇમ હાઇ સપાટીની રચના કર્યા બાદ ઉંચા મથાળેથી પાછા ફર્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટી ૧૦ માસના તળિયે આવતા બારતના આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાના અહેવાલોની સાથે વિદેશી રોકાણકારોએ પુનઃ ભારતીય શેરબજાર તરફ વળી નવી લેવાલી હાથ ધરતા બજારના માનસ પર સાનુકૂળ અસર થવા પામી હતી.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ફંડો અને ખેલાડીઓની નવી લેવાલી નીકળતા સેન્સેક્સ ઇન્ટ્રા ડે વધીને ૬૨૭૦૧.૪૦નો નવો ઇતિહાસ રચી કામકાજના અંતે ૨૧૧.૧૬ પોઇન્ટ વધી ૬૨૫૦૪.૮૦ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી પણ ઇન્ટ્રા ડે વધીને અગાઉની ૧૮૬૦૫ની સર્વોચ્ચ સપાટી કુદાવી ૧૮૬૧૪.૨૫ની નવી વિક્રમી સપાટીને સ્પર્શી અંતે ૫૦ પોઇન્ટ વધી ૧૮૫૬૨.૭૫ની નવી સપાટીએ બંધ રહ્યો હતો.
READ ALSO
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે