દીવાળી બાદ ભારતીય શેરબજારમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી રહી છે જેના પગલે રોકાણકારોના ચહેરા પર રોનક ખીલી છે બીજી તરફ બજારમાં સેન્સેક્સ સર્વોચ્ચ સપાટી વટાવીને ઈતિહાસ રચી દીધો છે. સેન્સેક્સમાં આજે 184 પોઈન્ટના ઉછાળા સાથે 63,583ના અંકો સાથે બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં સામાન્ય તેજી સાથે 18,812ના અંક સાથે બંધ થઈ હતી.

સ્થાનિક પોઝિટીવ પરિબળ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં કોવિડ અંકુશો સામે પ્રજાના આક્રોશ સાથે વિરોધ પ્રદર્શનના પરિણામે સરકારે અંકુશો હળવા કરવાની ફરજ પડતાં વૈશ્વિક સપ્લાય ચેઈનની પરિસ્થિતિ ખોરવાઈ જવાનું જોખમ હળવું થતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં રિકવરી છતાં તાજેતરના ઘટાડાને લઈ પેટ્રોલ, ડિઝલના ભાવો ભારતમાં ઘટવાની અપેક્ષાએ પણ ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી. આ સાથે મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ડોમેસ્ટિક ઈન્ડેક્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ફેરબદલ સાથે નવા સમાવાયેલા શેરોમાં આજે છેલ્લી ઘડીમાં મોટી વધઘટ સાથે આકર્ષણ રહ્યું હતું.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત