GSTV

ઐતિહાસિક/ બે દિવસમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો, 62000ને સ્પર્શી પાછો ફર્યો, રોકાણકારોની સંપત્તિમાં 3.27 લાખ કરોડનું ધોવાણ થયું

Last Updated on October 20, 2021 by Pravin Makwana

ભારતીય શેરબજારમાં આજે નવો ઇતિહાસ રચાયો હતો. સરકાર તેમજ રીઝર્વ બેંક દ્વારા અર્થતંત્રને વેગ સાંપડે તે માટે ભરાઈ રહેવા સતત પગલા સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ અન્ય સાનુકુળ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ સેન્સેક્સે 62000ની ઐતિહાસિક સપાટી કુદાવી થયા બાદ ઇન્ટ્રાડે વધીને 62245ની લાઇફટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

ફંડો સહિત ચોમેરથી આવેલ નફારૂપી વેચવાલીના દબાણે પ્રારંભિક સુધારો ભૂંસાઈ જવા સાથે કામકાજના અંતે સેન્સેક્સ 49 પોઇન્ટ ઘટીને 61716ની સપાટીએ બંધરહ્યો હતો. આજે સેન્સેક્સે 62000ની ઐતિહાસિક સપાટી હાંસલ કરી હોવા છતાં આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ.) રૂ. 3.27 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

ઘર આંગણે મહામારી પર અંકુશ મેળવ્યા બાદ અર્થતંત્રને વેગ આપવા ભરાઈ રહેલા શ્રેણીબધ્ધ પગલા, સપ્ટેમ્બર ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગેવાન કંપનીઓના પ્રોત્સાહક પરિણામ સહિતના સાનુકુળ અહેવાલો તેમજ વૈશ્વિક સ્તરના ચોક્કસ સાનુકુળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ બજારમાં આજે ઇતિહાસ રચાયો હતો.

મુંબઇ શેરબજાર ખાતે આજે ફંડોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીએ આજે કામકાજનો પ્રારંભ જ સેન્સેક્સે 62000ની સપાટી કુદાવી જવા પામ્યો હતો. જે એક તબક્કે ઇન્ટ્રાડે વધીને 62245.43ની લાઇફ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો.

સેન્સેક્સ આજે 62000ની ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા બાદ 5 ટકાના આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ.) મોટા પાયે ધોવાણ થયું હતું. ગઇકાલે (સોમવારે) બીએસઇનું માર્કેટ કેપ રૂ. 274.70 લાખ કરોડની વિક્રમી ટોચે હતું તે આજે ઘટીને રૂ. 271.42 લાખ કરોડ ઉતરી આવ્યું હતું. આમ, એક જ દિવસમાં તેમાં રૂ. 3.27 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

READ ALSO

Related posts

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!