સબરીમાલા મંદિરમાં ફરી ૧૨મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે. મંદિરના મેનેજમેન્ટે કહ્યું હતું કે મુખ્ય પૂજારી માસિક પૂજા માટે મંદિરને ખોલશે અને પછી મંદિર ૧૭મી ફેબ્રુઆરીથી સુધી ખુલ્લું રહેશે. પોલીસે સુરક્ષા વધારીને તંગદિલી ન સર્જાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
સબરીમાલાના ભગવાન અયપ્પાના મંદિરને માસિક પૂજા વિધિ માટે ખુલ્લું મૂકાશે. મલયાલમ મહિનો કુંબમ શરૂ થયો હોવાથી માસિક વિધિ માટે મંદિર ઓપન થશે. ૧૨મી ફેબ્રુઆરીએ મંદિર ખૂલશે અને ૧૭મી ફેબ્રુઆરી સુધી મંદિર ઓપન રહેશે. મંદિરના મુખ્ય પૂજારી વાસુદેવન અંતરપટ ખોલીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલશે.

મહિલાઓને પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો તે પછી સબરીમાલાના મંદિરને લઈને ભારે વિવાદ ખડો થયો હતો. એ વિવાદને ધ્યાનમાં રાખીને મંદિરની સુરક્ષા માટે પોલીસે વધુ બંદોબસ્ત ગોઠવ્યો છે.
જોકે, મંદિર પ્રશાસને છેલ્લે એવું નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં મંદિરનું મેનેજમેન્ટ સહકાર આપશે તે પછી હવે તંગદિલી ઓછી થવાની શક્યતા છે.
- કેજરીવાલે નરેન્દ્ર મોદીને પછાડ્યા, 42%એ CMને તો 32%એ PMને કર્યા પસંદ, દિલ્હીનાં 53% લોકો “આપ” સરકારના કામથી ખુશ ! – સર્વે
- ‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ
- વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરો માટે બદલાયું સ્ટેશન, દરરોજ 26 ટ્રેનો હવે અહીંથી
- ભૂલથી પણ અહીં ક્લિક કરી આ ફિલ્મનું ટ્રેલર ન જોતા, ભારતની અત્યાર સુધીની સૌથી ડરાવની ફિલ્મ છે
- બેંક સ્ટાફ ઘરે લઈને આવ્યો 62 લાખની કૅશ, જીવવા લાગ્યો એવી લક્ઝરી લાઈફ, Photos
વાર્ષિક મહોત્સવ વખતે મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને તરફેણમાં અને વિરોધમાં ભારે પ્રદર્શનો થયા હતા. પરંપરાવાદી શ્રદ્ધાળુઓએ મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ બાબતે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે ભેદભાવ મૂકીને તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરાવવાનો આદેશ કર્યો હોવાથી મહિલાઓએ મંદિરમાં પ્રવેશ પણ કર્યો હતો.
એ ઘટના પછી ફરી મંદિર ખૂલવાનું હોવાથી રાજ્ય સરકારે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ જવાનોની સંખ્યા વધારી છે.