GSTV

સસ્તા અનાજની દુકાનના સંચાલકને મામલતદારથી લઇને ગાંધીનગર સુધી આપવા પડે છે હપ્તા

Last Updated on November 13, 2018 by

વલસાડના મોટી ઢોલ ડુંગરીની આ ઘટના છે જ્યાંસસ્તા અનાજની દુકાનમાં ગરીબોને પોતાના હક્કનું પૂરતુ અનાજ મળતું નથી. જ્યારે આઅંગે ગામલોકોએ રોષ પૂર્વક પૂછતા દુકાન સંચાલકે મામલતદારથી લઇને ગાંધીનગર સુધીહપ્તા આપવા પડતા હોવાની વાત કરી. જે વીડિયો વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો વલસાડના ધરમપુરના મોટી ઢોલ ડુંગરી ગામનો છે.

જેમાં દેખાય રહેલા આ સજ્જન સસ્તા અનાજનીદુકાનના સંચાલક ચંદુ પટેલ દેખાય રહ્યા છે. અને તેઓ કહી રહ્યા છે કે તેઓગરીબોને અપાતું સસ્તુ અનાજ કટીંગ કરીને એટલે કે ઓછું આપે છે, તેઓ કહે છે કે તેઓને મામલતદાર અને ગાંધીનગર સુધી હપ્તા આપવા પડે છે.

આ વીડિયો બાદ સૌથી પહેલા મામલતદારની ઉંઘ ઉડી કારણ કે તેનું નામ ઉછાળાયુ હતું. એટલે સાહેબે પોતાના નામની તપાસ જાતે જ કરી અને થોડી તપાસમાં સંતોષ માન્યો

બીજી તરફ આ વીડિયો વાયરલ થયા બાદ ઓછું અનાજ પામતા ગામલોકોએ રોષમાં રેલી કાઢીને આવેદન પત્ર આપ્યુ અને તેઓને મળેલું ઓછું અનાજ આપવાની ઉગ્ર માંગ કરી. તો આ સમગ્ર ઘટનામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક ચંદુ પટેલ પર ન જાણે મામલતદાર કે તેનાથી ઉચ્ચ અધિકારીનું પ્રેશર આવ્યુ તો તેઓ કહેવા લાગ્યા કે હું બીમાર હતો એટલે બોલાય ગયું. પરંતુ જ્યારે તેઓ બોલ્યા હતા ત્યારે તો મસ્ત દેખાતા હતા. સાંભળો વીડિયો વાયરલ થયા પછી ઠંડા પડી ગયેલા દુકાનના સંચાલકને.

આ સમગ્ર ઘટનામાં મામલતદારે પોતાનું નામ આપતા તપાસને આટોપી લીધી. ત્યારે હવે દુકાન સંચાલકે કરેલી હપ્તાની વાતની તપાસ થશે કે કેમ. તે તો ભગવાન જાણે. પરંતુ આ દુકાનદાર સામે ચોક્કસ પગલા ભરાશે બની શકે તેનું લાયસંસ રદ કરાશે. પરંતુ આ વાયરલ થયેલા વીડિયોમાં ન માત્ર દુકાન સંચાલક ચંદુભાઇ પટેલ. પરંતુ તેમનો પૌત્ર પણ ઉછળી ઉછળીને કહી રહ્યો હતો કે આખા તાલુકામાં બધા ખાય છે. ત્યારે આ સમગ્ર બાબતે જો ઉંડી તપાસ થાય તો ચોક્કસપણે ગરીબોના હક્કનું અનાજ કોના ખિસ્સા ભરે છે તે વાત પરથી પરદો ઉઠી શકશે.

Related posts

વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો સૌથી મોટો ઝટકો, જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત ખેંચી!

pratik shah

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!