GSTV
Home » News » પાકિસ્તાનની મેચ બાદ ઍશિયા કપમાં ટીમ ઇન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, ફેન થશે નિરાશ

પાકિસ્તાનની મેચ બાદ ઍશિયા કપમાં ટીમ ઇન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, ફેન થશે નિરાશ

BCCIની સિલેક્શન કમિટીએ દુબઈમાં ચાલી રહેલાં એશિયા કપ ટુર્નામેન્ટમાં રમી રહેલી ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.

આ બદલાવની હેઠળ ટીમમાં ત્રણ ઇજાગ્રસ્ત ખેલાડીઓ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને એશિયા કપથી બહાર કરવામાં આવ્યાં છે. બીસીસીઆઈએ ગુરુવારે આ બાબતે જાણકારી આપી. બીસીસીઆઈએ કહ્યું કે ભારતીય ટીમમાં હાર્દિક, અક્ષર અને શાર્દુલના સ્થાન પર ઍશિયા કપ માટે હવે દીપક ચહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલનો સમાવેશ કરવામા આવ્યો છે.

બોર્ડે કહ્યું હતું કે હાર્દિકને પાકિસ્તાન સામેની મેચમાં પીઠમાં ઈજા પહોંચી હતી. મેડિકલ ટીમ તપાસ કરી રહી છે. આ ઇજાને કારણે બાકી મેચોમાં હાર્દિક ભારતીય ટીમમાં મેચ નહીં રમી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે રમાયેલી એશિયા કપની પ્રથમ ગ્રૂપ મેચ દરમિયાન ભારતના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લોઅર બૅકમાં ગંભીર ઈજા થઈ હતી. પાકિસ્તાનની ઈનિંગની 18મી ઓવરમાં પાંચમો બોલ નાંખ્યા બાદ હાર્દિકને સખત દુઃખાવો શરુ થઈ ગયો હતો અને આ કારણે તે મેદાન પર જ ફસડાઈ પડ્યો હતો.

હાર્દિક પંડ્યા અચાનક જ મેદાન પર ફસડાઈ પડતાં ભારતીય ક્રિકેટરો દોડીને તેની પાસે પહોંચ્યા હતા. દરમિયાનમાં સ્ટેડિયમમાં ઉપસ્થિત મેડીકલ ટીમ પણ મેદાન પર ધસી ગઈ હતી અને હાર્દિકને ટ્રિટમેન્ટ આપવાની શરુ કરી દીધી હતી. જોકે હાર્દિકની હાલત ગંભીર હતી અને તે ઉભો થઈ કે ચાલીને સ્ટેડિયમ છોડી શકે તેવી હાલતમાં પણ નહતો. આ કારણે તેને સ્ટ્રેચરમાં મેદાન છોડવું પડ્યું હતું.

Related posts

આતંકી હાફિઝના દિકરાને ટાર્ગેટ કરવા માટે લાહોરમાં કરાયો હતો બોમ્બ બ્લાસ્ટ, જીવ બચાવીને ભાગી ગયો

Mayur

લોકશાહીમાં મગજ નહીં માથા જ ગણવામાં આવે છે : સપા સાંસદ આઝમ ખાન વરસ્યા

Mayur

રાજકોટમાં મોડી રાત્રે બે નરાધમોએ યુવતીની છેડતી કરી અપશબ્દો બોલ્યા, પોલીસે કરી અટકાયત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!