GSTV
India ટોપ સ્ટોરી

લુધિયાણા : RSSના વરિષ્ઠ કાર્યકર્તાની જાહેરમાં ગોળી મારી હત્યા

પંજાબના ગાઝિયાબાદમાં સંઘના આગેવાન અને ભાજપ નેતાની સરેઆમ ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી છે. લુઘિયાણાના કૈલાશનગર ગલી નંબર ત્રણમાં રવિંદર ગોસાઈ નામના સંઘના શાખા પ્રશિક્ષકની હત્યા થઈ છે.

કહેવાય છે કે, તેઓ શાખા પ્રમુખ ઉપરાંત પ્રોપર્ટી એડવાઈઝરનું કામ કરતા હતા. ઘટનાથી પહેલા તેઓ સંઘની શાખા પરથી પરત આવી રહ્યા હતા.અને ઘર પાસે પાળતુ શ્વાનને ફેરવી રહ્યા હતા. તેમના ખોળામાં તેમની ત્રણ વર્ષની પૌત્રી પણ હતી. તે સમયે અજાણ્યા બાઈક સવારોએ તેમના પર ગોળીબારી કર્યો.

જોકે પૌત્રીને કોઈ નુકશાન થયું નથી.પરંતુ રવિંદર ગોસાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું.હત્યાના જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને સંઘના કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા હતા.

પોલીસે સંઘ નેતાની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં નાકેબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યુ છે. હુમલાખોરોની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ છે.

સીસીટીવી ફૂટેજમાં આરોપી રૂમાલથી મોઢુ બાંધીને કાળા રંગની બાઈક પરથી પસાર થતો જોવા મળ્યો છે.પોલીસે આ ફુટેજને મેળવીને પણ તપાસ શરૂ કરી છે.રવિંદર ગોસાઈ હત્યાથી પરિવાર સ્તબ્ધ છે.તેમનો જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV