GSTV

દિવાળી આવતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના પોલીસ કર્મીઓને અપાયા મોટા ટાર્ગેટ

Gujarat-Police

Last Updated on October 25, 2021 by Dhruv Brahmbhatt

  • દિવાળી આવતા જ નાના પોલીસ કર્મીઓની હાલત ‘આગે કુંવા પીછે ખાઈ અબ જાયે તો કહાં જાયે’ તેવી થઈ ગઇ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જીપીએસ કેડરના એક અધિકારી છે અને તેમની તાબામાં બે પોલીસ સ્ટેશનો આવે છે આજ અધિકારીએ તેમની નીચે કામ કરતા અન્ય પોલીસ કર્મીઓને દિવાળીના ટાર્ગેટ સોંપ્યા છે અને આ ટાર્ગેટ કોઈ ગુનેગારોને પકડવાના હશે તેવું લાગશે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે.

gujarat police

આ અધિકારી બે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને બોલાવે છે અને કલાકો સુધી બેસાડી રાખે છે

મૂળ સૌરાષ્ટ્રના વતની અને અમદાવાદમાં ફરજ બજાવતા આ અધિકારી છેલ્લાં કેટલાંક મહિનાઓથી બે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને બોલાવે છે અને કલાકો સુધી બેસાડી રાખે છે અને ફાઈલો ચેક કરે છે કદાચ આ પદ્ધતિ એકંદરે સારી હોય શકતી પરંતુ આ ફાઈલો કોઈ વોન્ટેડ ગુનેગારોની કે અથવા વણ ઉકેલાયેલા ગુનાઓની નથી હોતી આ ફાઈલો હોય છે પ્રોહીબિશન અને જુગારના આરોપીઓની કે જેઓની ધરપકડ થઈ ચુકેલી હોય છે આથી વિશેષ આ અધિકારી આરોપીઓને પકડાઈ ગયેલા આરોપી અને સજા કાપીને બહાર આવેલા આરોપીઓને પણ બોલાવે છે અને પૂછપરછ કરે છે કે તમારી પર કરવામાં આવેલા કેસમાં રૂપિયા લેવામાં આવ્યા હતા કે નહીં અને કેટલા લેવામાં આવ્યા હતા આવા અવિશ્વાસુ GPS કેડરના અધિકારીના વર્તનના લીધે બન્ને પોલીસ સ્ટેશના પોલીસ કર્મીઓ ત્રાસી ઉઠ્યાં છે.

પરંતુ અહીંયા વાત એ છે કે કોરોના બાદ માર્કેટની પરિસ્થિતિ કેવી છે તે સૌ કોઈ જાણે છે અને તે છતાંય આ જીપીએસ કેડરના અધિકારી દ્વારા નાના પોલીસ કર્મીઓને લાખો રૂપિયા દિવાળી પેટે ઉઘરાવી લાવવાનો ટાર્ગેટ સોપાયો હોવાના લીધે બન્ને પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓની હાલત જાયે તો કહાં જાયે જેવો ઘાટ સર્જાયો છે.

gujarat police

સામાન્ય રીતે દિવાળી તહેવાર આવતો હોય ત્યારે સિનિયર અધિકારીઓને જુનિયર અધિકારીઓ ભેટ અને મીઠાઈ આપતા હોય છે પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ કે ચીજ માંગવાની રીત હોય છે પરંતુ કેટલાક અધિકારીઓ માટે એક જ કહેવત છે કે ચિટ ભી મેરી ઓર પટ ભી મેરી આવી નીતિ રાખનાર કેટલાક અધિકારીઓના લીધે તેઓની તાબામાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની હાલય બત થી બત્તર થઈ ગઈ છે. સામાન્ય રીતે પોલીએ ડિપાર્ટમેન્ટમાં.

જોવા જઈએ તો એસીપી કક્ષાના આધિકરી માત્ર મોનીટરીંગ કરતા હોય છે અથવા તો કોઈ ગંભીર ગુનાની તપાસ કરતા હોય છે પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ડિવિઝનના આ આધિકરીને કોઈ ગંભીર ગુનામાં રસ જ નથી તેઓને તો માત્ર રસ છે તો પ્રોહીબિશન અને જુગારના કેસોની ઝીણવટ પૂર્વક તપાસ માત્ર પૈસાની લેવડ દેવડ માંજ રસ છે તેવું પોલીસ બેડમાં ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO :

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!