કૉંગ્રેસના કકળાટને શાંત કરવા આ કદાવર નેતાઓના ગુજરાતમાં ધામા, રિસામણા બાદ મનામણા કરાવાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓની નારાજગી વચ્ચે આજે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. ત્યારે અહેમદ પટેલ અને રાજીવ સાતવ પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ કરશે. અહેમદ પટેલ અને રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના સિનિયર અને યુવા નેતાઓ વચ્ચે મધ્યસ્થી કરશે.

ગત અઠવાડિયે જ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના 17 વરિષ્ઠ નેતાઓએ બંધ બારણે બેઠક કરી હતી. ગુજરાત કોંગ્રેસના આ સિનિયર નેતાઓ યુવા નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા હોવાનું મનાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કકળાટ વચ્ચે આજે અરવલ્લીમાં કોંગ્રેસની જન અધિકાર મહાસભા આયોજિત થઈ રહી છે.

જેમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ, મધુસુદન મિસ્ત્રી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજીવ સાતવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં રહેલી નારાજગી અહમદ પટેલ આગળ રજૂ કરાય તેવી શક્યતા છે. આજની મહાસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી,કોંગ્રેસના સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ તથા વિશ્વરંજન મોહંતી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આજની સભામાં સાબરકાંઠા અરવલ્લીના ધારાસબ્યો, લોકસભા નિરીક્ષક,લોકસભા પ્રભારી પણ ઉપસ્થિત રહેશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter