GSTV
Home » News » રાહુલ ગાંધીના રાજીનામાની જીદ બાદ આ કદાવર નેતા બની શકે છે અધ્યક્ષ

રાહુલ ગાંધીના રાજીનામાની જીદ બાદ આ કદાવર નેતા બની શકે છે અધ્યક્ષ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છેકે, તેઓ હવે આગળ  પાર્ટીનાં અધ્યક્ષ પદે રહેવા માંગત નથી. તેમણે પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા માટે પાર્ટીને એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલ ગાંધીએ જોર આપીને કહ્યું છેકે, નવા અધ્યક્ષ નોન ગાંધી જ હોવા જોઈએ.

krk Rahul Gandhi

જેથી હાલ પાર્ટી તેના પ્રયાસોમાં લાગી છે. એવામાં સૂત્રોનાં હવાલાથી ખબર આવ્યા છેકે, આ સંજાગોમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ માટે એ.કે. એન્ટનીના નામ ઉપર સક્રિય વિચારણા કરી રહી છે. જો વર્કિંગ કમિટીના સદસ્યોની સહમતિ હશે, તો એ.કે. એન્ટની કોંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ બની શકે છે.

rahul gandhi resign

યુપીએ સરકારમાં એ.કે. એન્ટની રક્ષા મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટીમાં વિચાર ચાલી રહ્યો છેકે, કોંગ્રેસે પોતાના અંતરિમ અધ્યક્ષના રૂપમાં એક વરિષ્ઠ નેતાનું નામ લેવું પડશે, જે સામૂહિક નિર્ણય લેવા માટે નેતાઓના એક કોલેજીયમની અધ્યક્ષતા કરી શકે. પાર્ટીમાં એકે એન્ટનીની છાપ સારી છે. એવામાં મનાઈ રહ્યુ છેકે,અંતરિમ અધ્યક્ષનાં રૂપમાં સહમતિ બની શકે છે. ચૂંટણી બાદ કોંગ્રેસની ર્વકિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી હતી.

rahul gandhi

તેમણે કહ્યું હતું કે, તેઓ એક સામાન્ય કાર્યકર્તાની હેસિયતથી કામ કરવા માંગે છે. તેઓ દેશભરમાં ફરીને કોંગ્રેસનાં જનાધાર વધારવાનું કામ કરશે. સૂત્રોનું કહેવું છેકે, લોકસભામાં રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના નેતા બનવા માટે માનાવવામાં આવી રહ્યા છે. જોકે, એવું મનાઈ રહ્યું છેકે, આવતા સપ્તાહે લોકસભામાં કોંગ્રેસ નેતા કોણ હશે તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામા પર અડગ હોવાના કારણે અંતરિમ પ્રેસિડેંટ અને તેમની સહાયતા માટે કોલેજિયમની રચના માટે  ચર્ચાએ જોર પકડ્‌યું છે.

Read Also

Related posts

દાઉદ પાસેથી મોટી રકમ લઈ જેહાદીઓને મદદ કરતો હતો આ આરોપી, ગુજરાત એટીએસ કર્યો પર્દાફાશ

Nilesh Jethva

હાર્ડ ફાલ પછી એપ્પલ સ્માર્ટ વોચે આવી રીતે બચાવી શખ્સની જિંદગી, સોશ્યલ મિડીયામાં થયું વાયરલ

pratik shah

CBIએ કોર્પોરેટ વચેટિયા દીપક તલવારની સામે ચાર્જશીટ દાખલ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!