GSTV

કાશ્મીરની એક કારમાં બે આતંકીઓ સાથે DSP પણ ઝડપાતા ખળભળાટ, DSP રાષ્ટ્રપતિ એર્વોડથી સન્માનિત

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક વાહનમાંથી હિઝ્બુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓને ઝડપી પાડ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મુ કાશ્મીરના એક ડીએસપી પણ હાજર હતા. જેથી સુરક્ષાદળોએ તેમની પણ ધરપકડ કરી છે. ઝડપાયેલા આતંકીઓમાં સૈયદ નવીદ મુશ્તાક ઉર્ફ નવીદ બાબુ અને આસિર રાથર છે પણ છે.

આતંકીઓ સાથે ઝડપાયેલા ડીએસપીની ઓળખ દેવિંદરસિંહ તરીકે થઈ છે. જે એરપોર્ટ સિક્યોરિટીમાં તૈનાત હતો. પોલીસે ત્રણેયને કુલગામ જિલ્લાના કાઝીગુંડના મીરબજાર વિસતારમાંથી ઝડપ્યા છે. નાવિદ હિઝબુલનો ટોપ કમાન્ડર છે. જ્યારે રાથર ત્રણ વર્ષ પહેલા આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. આ બંને શોપિયામાં રહેનારા છે.

દેવિંદર સિંહને ગત વર્ષે જ 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાયા છે. તેઓ જમ્મુ કાશ્મીર પોલીસના એન્ટીહાઈ ઝેકિં સ્કવોર્ડ પણ સામેલ હતા..આ અગાઉ 2001માં સંસદ હુમલામાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યુ હતુ. ત્યારે તેઓએ ઈન્સપેક્ટર તરીકે સ્પેશયલ ઓપરેશન ગ્રુપના સભ્ય હતા. જે બાદ તેમને પ્રમોશન આપતી ડીએસપી બનાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો પોતાના બાયો, પત્ની અને દિકરી માટે લખી આ ખાસ વાત

Bansari

સરકારે ચાલુ ખરીફ સત્રમાં અત્યાર સુધી MSP યોજના હેઠળ ખરીદ્યું 1.06 લાખ કરોડનું અનાજ

Mansi Patel

એલન મસ્કને પાછળ છોડી જેફ બેઝોસ બન્યા ફરીથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, જાણો મુકેશ અંબાણી સહિત ટોપ 10 ધનિકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!