GSTV

સીનિયર સિટિજન્સ માટે કામના સમચાર: આ બેન્કમાં FD પર મળી રહ્યુ છે શ્રેષ્ઠ વ્યાજદર, જાણો તમને કેટલો થશે ફાયદો

સીનિયર સિટિજન સેવિંગ્સ સ્કીમ વૃદ્ધો માટે નિશ્વિત અને શ્રેષ્ઠ રિટર્નનું માધ્યમ છે. આ વચ્ચે બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમના ઘટતા વ્યાજદરોની વચ્ચે સરકારી અને ખાનગી બેન્કોએ વૃદ્ધ ડિપોઝિટર માટે સ્પેશયલ સ્કીમ કાઢી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્કે વૃદ્ધ ડિપોઝિટરોને મળનાર વ્યાજથી પણ વધારે વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ બેન્કોએ સીનિયર સિટિજન્સ માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ કાઢી છે. જે નક્કી વ્યાજ દર આપી રહી છે. બેન્કોનું કહેવુ છે કે, ટર્મ ડિપોઝિટ યોજનાઓ સતત ઘટી રહેલી વ્યાજદરને કાપતા સીનિયર સિટિજન્સ માટે વધુ વ્યાજદરવાળી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.

SBI

SBI ની સ્પેશલ એફડી સ્કીમમાં વ્યાજદર 80 ટકાના બેસિસ પોઈન્ટ રાખવામાં આવી છે. 5 વર્ષમાં મેચ્યોર હોવાની આ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની વ્યાજદર 6.20 ટકા છે.

HDFC

HDFC એ સીનિયર સિટિઝન કેર નામની એક સ્કીમ લોન્ચ કરી છે. જે હેઠળ 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમનું વ્યાજદર 6.25 ટકા રાખવામાં આવ્યું છે.

ICICI

ICICI બેન્ક સિનિયર સિટિજન્સને 1 ટકા વ્યાજ આપશે. સીનિયર સિટિજન્સ માટે 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી તેની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમનું વ્યાજદર છે 6.30 ટકા.

બેન્ક ઓફ બરોડા

બેન્ક ઓફ બરોડાએ પણ સીનિયર સિટિજન્સ માટે નક્કી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર નક્કી વ્યાજદરથી વધારે વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની FD પર 6.30 ટકા વ્યાજ મળશે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!