GSTV

સીનિયર સિટિઝન માટે FD સ્કીમ, જાણો કંઈ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ

Last Updated on December 26, 2020 by Mansi Patel

દેશની લગભગ તમામ બેંકો સિનિયર સિટિઝન્સ માટે ખાસ એફડી સ્કીમ્સ ચલાવે છે, જેમાં સામાન્ય થાપણ કરતા વધારે વ્યાજ મળે છે. જાહેર બેંક એસબીઆઈ સહિતની ખાનગી ક્ષેત્રની બેંકો, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેન્ક સહિતની ઘણી બેન્કો વૃદ્ધો માટેની યોજનાઓમાં તેમની ડિપોઝિટનાં બદલામાં વધુ વ્યાજ ચૂકવે છે. હાલમાં સીનિયર સિટિઝન માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ એફડી સ્કીમોની અવધિ 31 ડિસેમ્બર, 2020 છે. તેથી, તેઓ આ સમયગાળા સુધીમાં એફડી કરાવી લેવી જોઈએ, કદાચ આવતા વર્ષે વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે.

HDFC અને ICICI બેંક

HDFC બેંક HDFC સિનિયર સિટિઝન કેર યોજના હેઠળ ફિક્સ ડિપોઝિટ પર 75 થી વધુ બેઝિસ પોઇન્ટ ઓફર કરી રહી છે. આવી પાંચ વર્ષની વિશેષ એફડી યોજના પર 6.25 ટકાના દરે વ્યાજ મળી  રહ્યું છે. આ યોજના 13 નવેમ્બરથી લાગુ છે. ICICI બેંક ગોલ્ડન ઈયર્સ સ્કીમ હેઠળ ફિક્સ ડિપોઝિટ કરનારા વરિષ્ઠ નાગરિકોને 80 બેસિસ પોઇન્ટથી વધુ વ્યાજ આપે છે. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 6.30 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

SBI

SBI પણ વરિષ્ઠ નાગરિકોને 80 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપી રહી છે. સીનિયર સિટિઝન માટે પાંચ વર્ષની સ્પેશિયલ એફડી એફડી પર 6.20 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

બેંક ઓફ બરોડા

સિનિયર સિટીઝન સ્કીમ હેઠળ બેંક બેંફ બરોડા એફડી પર એક ટકા વધુ વ્યાજ ચૂકવે છે. વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ કે તેથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.25 ટકા વ્યાજ મળી રહ્યું છે.

READ ALSO

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!