GSTV

સરકારે સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમના નિયમોમાં કર્યો બદલાવ, જાણો અહીંયા

Last Updated on December 21, 2019 by Karan

નાણામંત્રાલયે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ 2019 સાથે જોડાયેલાં નવા નિયમોને જાહેર કર્યા છે. આ નિયમો SCSS Rules 2004ની જગ્યા લેશે. આ સ્કીમમાં 60 વર્ષની ઉંમરમાં રિટાયર થતાં કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષ માટે પોતાના પૈસાનું રોકાણ કરી શકે છે. SCSSમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝીટ કરતાં વધારે વ્યાજ મળે છે. નવા નિયમો પહેલાંથી ચાલી રહેલાં ખાતાઓ ઉપર લાગૂ નહી થાય.

8 ટકા કરતાં વધારે વ્યાજ

  • સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ હેઠળ 8 ટકા કરતાં વધારે વ્યાજ મળે છે. નાણા મંત્રાલય દર મહિના પર આ સ્કીમના વ્યાજદરની સમીક્ષા કરે છે.
  • આ સ્કીમમાં વ્યાજનું કેલક્યુલેશન દર ત્રણમાસમાં થાય છે. તે હેઠળ ખાતાધારકનાં ખાતામાં 1 એપ્રિલ, 1 જૂલાઈ, 1 ઓક્ટોબર અને 1 જાન્યુઆરીએ પૈસા નાખવામાં આવે છે.
  • આ સ્કીમની અવધિ 5 વર્ષની હોય છે. તેને આગળ વધારે ત્રણ વર્ષ માટે વધારી શકાય છે. જો તમે સમય પહેલાં ખાતામાંથી પૈસા ઉપાડો છો તો તેના માટે તમારે અમુક ચાર્જ ભરવાનો રહેશે.
  • 60 વર્ષની ઉંમરમાં રિટાયર થનારા કોઈ પણ વ્યક્તિ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તે હેઠળ સિંગલ કે જોઈન્ટ ખાતું ખોલી શકાય છે.
  • પોસ્ટ ઓફિસ અથવા કોઈ પણ બેંકમાં આ સ્કીમની સુવિધા ઉપલબ્ધ થાય છે. આ યોજના મુજબ, જોઈન્ટ કે સિંગલ ખાતું ખોલાવીને તેમાં 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જોકે, તેમાં રોકાણ કરાયેલી રકમ રિટાયરમેન્ટ પર મળતી રકમ કરતાં વધારે હોવી જોઈએ.
  • આ સ્કીમમાં ખાતું ખોલવા માટે જો તમે એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તે તમે કેશમાં આપી શકો છો. અને એક લાખ કરતાં વધારે રકમનું રોકાણ કરો છો તો તે તમે ચેકનાં રૂપમાં જમા કરાવવાની રહેશે.
  • ડિપોઝીટની મહત્તમ રકમ અથવા તો રિટાયરમેન્ટ પર મળતી રકમ હોય છે અથવા 15 લાખ રૂપિયા અથવા તો બંનેમાંથી જે સૌથી ઓછી હોય તે અથવા તો બંનેમાંથી જે ઓછી હશે તે.

3 વર્ષનું એક્સટેન્શન પણ મળશે

SCSS 2019 ખાતાની મેચ્યોરિટી બાદ તેનાં 3 વર્ષના એક્સટેન્શનની મંજૂરી આપે છે અને તમને વ્યાજદર પણ તે જ મળશે. જે ખાતાનાં મેચ્યોર થવાના સમયે મળી રહ્યુ હતુ.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!