GSTV

હવે પેન્શધારક સિનિયર સિટીઝન ઓનલાઈન પણ કરી શકશે ફેરફાર, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ

પેન્શન

રાષ્ટ્રીય પેન્શન યોજના -NPS- ના ગ્રાહકોના લાભ માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરએ નોંધણીમાં ફેરફાર માટે ઇ-સાઇન આધારિત ઓનલાઇન સુધારા સુવિધા શરૂં કરી છે. પેન્શનદારના મૃત્યું પછી કોને હક્કો આપવા તે અંગે નોમિની – વારસદાર બતાવેલા હોય તેમાં સુધારો કરવો હોય તો ઓન લઈન શઈ શકે છે. બીજી કેટલીક વિગતોમાં ફેરફાર કરવાની છૂટ ઓનલાઈન આપવામાં આવી છે.

એનપીએસમાં ઓનલાઈન નોમિનેશન કેવી રીતે બદલવું?

  • ઓનલાઇન નામાંકન બદલવા માટે, સબ્સ્ક્રાઇબર્સ તેમની સીઆરએ સિસ્ટમમાં ઓળખપત્રો સાથે લોગિન કરે છે અને ‘ડેમગ્રાફિક વિષયક ફેરફારો’ મેનૂ હેઠળ ‘વ્યક્તિગત વિગતો અપડેટ કરો’ વિકલ્પ પસંદ કરે છે.
  • ત્યારબાદ નોમિનીની વિગતો ઉમેરવા કે અપડેટ-સુધારા કરવા માટે વિકલ્પ પસંદ કરવો પડશે.
  • તે પછી નોમિનીનું નામ, નોમિની સાથેનો સંબંધ અને ટકાવારી શેર જેવી વિગતો સબમિટ કરવાની રહેશે.
  • એકવાર વિગતો સેવ કરીને કન્ફર્મ થઈ જાય, પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર , વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપીOTP) આવશે.
  • ઓટીપી સબમિટ કરવા પર, ગ્રાહકે ઇ-સાઇન વિકલ્પ પસંદ કરીને ફેરફારોને પ્રમાણિત કરવાની જરૂર રહેશે.
  • ગ્રાહકને ઈ-સહી માટે ઇ-સિગ્નેચર સર્વિસ પ્રોવાઇડરની લીંક પર લઈ જવામાં આવશે જ્યાં તેને આધાર, વર્ચ્યુઅલ આઈડી દાખલ કરવાની રહેશે અને ઓડીપી મોકલી ક્લિક કરો. યુઆઈડીએઆઇ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. સબસ્ક્રાઇબરે OTP સબમિટ કરવું પડશે અને વેરિફાઇડ OTP પર ક્લિક કરવું પડશે.
  • વેરીફિકેશન પછી, નોમિની વિગતો એનપીએસ રેકોર્ડમાં અપડેટ કરવામાં આવશે.
  • જો તે ઇ-સાઇન નિષ્ફળ જાય, તો ગ્રાહકે પેન્શન કચેરીએ જવું પડશે.

READ ALSO

Related posts

IPL/કેએલ રાહુલની તોફાની સદીમાં ઉડી કોહલી સેના, 97 રને મળ્યો મોટો પરાજય

Bansari

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

ચીને દોકલામમાં પરમાણુ બોમ્બર વિમાનો ગોઠવીને ભારત સામે નવો મોરચો માંડયો, સેટેલાઈટ તસવીરમાં થયો મોટો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!