GSTV

કામની વાત/ સીનિયર સિટીઝનને FD પર મળે છે વધુ વ્યાજ, રોકાણ કરતાં પહેલાં જાણી લો આ બેન્કોની ઑફર્સ

fd

Last Updated on December 28, 2020 by Bansari

કોરોના મહામારી અને આર્થિક મંદીના દૌરમાં મોટાભાગની બેન્કોએ પોતાની સેવિંગ સ્કીમ પર આપવામાં આવતુ વ્યાજ ઘટાડી દીધું છે. પરંતુ તેમ છતાં બેન્ક દ્વારા હાલ સીનિયર સિટીઝનને સૌથી વધુ વ્યાજ આપવામા આવી રહ્યું છે. આ ઉપરાંત બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવાના અન્ય લાભ પણ છે. જેમાં સૌથી મોટો ફાયદો છે કે તમારી સેવિંગ બેન્કમાં હંમેશા સુરક્ષિત રહે છે. આ સાથે જ જો તમને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો બેન્ક તમારી FDપર લોનની સુવિધા પણ આપે છે અને તેના પર બેન્કો દ્વારા લઘુત્તમ વ્યાજ વસૂલવામાં આવે છે. આજે અમે તમને દેશની પ્રમુખ બેન્કોની સીનિયર સિટીઝનને આપવામાં આવતી ઑફર જણાવવા જઇ રહ્યા છીએ. ચાલો તમને તેની વિશે જણાવીએ વિગતે…

ભારતીય સ્ટેટ બેન્ક

એસબીઆઇ દેશની સૌથી મોટી સરકારી બેન્ક છે. હાલ એસબીઆઇ સીનિયર સિટીઝનને FDપર 6.20 ટકા વ્યાજ ચૂકવે છે. પરંતુ જો સીનિયર સિટીઝન સમય પહેલા તેમની FDતોડી નાખે તો તેમને તેના પર માત્ર 5.9 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. તે જ સમયે, એસબીઆઈ સામાન્ય લોકોને 5.4 ટકા વ્યાજ આપે છે. આવી સ્થિતિમાં, જો તમે સિનિયર સિટીઝન છો, તો તમે એસબીઆઇમાં ફિક્સ ડિપોઝિટ કરી શકો છો.

એચડીએફસી બેંક –

એચડીએફસી બેંક સીનિયર સિટીઝનને FDપર 75 બીપીએસ વધુ વ્યાજ દર આપે છે. જો સિનિયર સિટિઝન એચડીએફસી બેંકની સિનિયર સિટીઝન કેર FDહેઠળ ફિક્સ્ડ ડિપોઝિટ કરે છે, તો FDપર લાગુ વ્યાજ દર 6.25 ટકા રહેશે. આ દરો 13 નવેમ્બરથી લાગુ છે.

આઈસીઆઈસીઆઈ બેંક –

fd

આઈસીઆઈસીઆઈ બેંક એ દેશની સૌથી મોટી ખાનગી બેંક છે. આ બેંકે સીનિયર સિટીઝન માટે ગોલ્ડન યર FDયોજના શરૂ કરી છે. જેમાં સિનિયર સિટીઝનને 6.30 ટકા વ્યાજ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વ્યાજ દર 21 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે.

બેંક ઑફ બરોડા –

fd

બેંક ઑફ બરોડા સિનિયર સિટિઝન્સને ફિક્સ્ડ ડિપોઝિટ પર 100 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપે છે. જો કોઈ સીનિયર સિટીઝન વિશેષ FDયોજના (પાંચ વર્ષથી 10 વર્ષ) હેઠળ સ્થિર થાપણ ધરાવે છે, તો પછી FDપર લાગુ વ્યાજ દર 6.25 ટકા રહેશે. આ દરો 16 નવેમ્બરથી લાગુ છે.

Read Also

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!