GSTV

ભાજપના ધારાસભ્યો સરકારથી નહીં અધિકારીઅોની અસફળ કામગીરીથી નારાજ

Last Updated on July 24, 2019 by Alap Ramani

વડોદરાના ત્રણેય ધારાસભ્યોની નારાજગીનું નિરાકરણ લાવવા ભાજપના સિનિયર નેતાઓ કામે લાગી ગયા છે. આ ત્રણેય નેતાઓને આગામી બે દિવસમાં કમલમ બોલાવીને તેમને પડી રહેલી તકલીફો સાંભળવામાં આવશે. દરમિયાન આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વડોદરા કેતન ઇનામદારના મતવિસ્તારના એક કાર્યક્રમમાં જવાના હોઇ ત્રણેયને મળે એવી શક્યતા છે. કાલે કોંગ્રેસના કકળાટ બાદ ભાજપના ધારાસભ્યોની નારાજગી બહાર આવતા મોવડીઓ ચોકી ઉઠયા હતાં.

રાત્રે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સાવલીના ધારાસભ્ય કેતન નામદાર અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે બેઠક કરી ચર્ચા કરી હતી.  જોકે આ ધારાસભ્યોએ દાવો કર્યો છે કે તેઓ પક્ષથી નહીં, પરંતુ અધિકારીઓથી નારાજ છે. અધિકારીઓ તેમની વાત નહીં સાંભળતા હોવાનો અને તેમના કામો નહીં થતા હોવાનો દાવો કર્યો છે.

વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્યો નારાજ છે. તેવામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ ત્રણેય ધારાસભ્યો સાથે ચર્ચા કરીશ અને મનાવીશ તેમ કહ્યું છે. તેમણે ધારાસભ્યોની નારાજગી પાછળ સરકાર નથી પરંતુ અધિકારીઓથી ધારાસભ્યો નારાજ છે. તેમ નીતિન પટેલે કહ્યું હતું તેમણે કહ્યુ કે, ત્રણેય ધારાસભ્યો સીનિયર છે અને તેઓએ દર વખતે નેતાઓ સાથે મુલાકાત કરવાની જરૂર નથી. અધિકારીઓ સાથે વાતચીત કરીને પણ પોતાની રજૂઆત કરી શકે છે અને તે તેનો અધિકાર છે.

Related posts

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta

રાજસ્થાન સ્કુલ બાદ હવે હોસ્પિટલના નામને લઈને પણ શરૂ થયો વિવાદ, એકતા-સંસ્કાર પેનલ આમને સામને

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!